ગુજરાતમાં આજે અહીં પડ્યો આફતનો વરસાદ! દક્ષિણમાં દે ધનાધનથી ક્યાં આવી મોટી આફત?

13 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સતત ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી ભરેલું હતું. વલસાડના ઉમરગામ તાલુકામાં જ્યાં ભારે વરસાદને પગલે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં આજે અહીં પડ્યો આફતનો વરસાદ! દક્ષિણમાં દે ધનાધનથી ક્યાં આવી મોટી આફત?

Gujarat Heavy To Heavy Rains: દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદને કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. મેઘરાજાએ એવી ધૂંઆધાર બેટિંગ કરી કે રોડ-રસ્તા, હાઈ-વે, ગામ-ઘર બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે. જુઓ વલસાડમાં વરસેલા સાંબેલાધાર વરસાદનો ખાસ અહેવાલ. 13 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સતત ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી ભરેલું હતું. વલસાડના ઉમરગામ તાલુકામાં જ્યાં ભારે વરસાદને પગલે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. પાણી પણ ઢીંચણ સુધી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

  • દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન
  • વલસાડમાં વરસ્યો સાંબેલાધાર
  • પાણી-પાણી થયો નેશનલ હાઈવે
  • ઘર અને ગામમાં જળબંબાકાર 
  • કોઝ-વે, અંડરપાસ પાણી પાણી
  • જનજીવન થયું અસ્તવ્યસ્ત 

કેમ ખેંચાઇ રહ્યો છે ઉ.ગુજરાતમાં વરસાદ? બાપ રે અંબાલાલ પટેલે આ શું આગાહી કરી નાંખી!

આફત બનીને વરસેલા વરસાદના આ દ્રશ્યો પણ વલસાડ જિલ્લાના જ છે. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં સમાઈ ગયા હતા. 40 ગામને જોડતો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં ભારે હાલાકી વેઠવાનો વારો લોકોને આવ્યો હતો. અંડરપાસમાં પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી હતી. તો નોકરિયાત વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો હતો અને લોકોને 15થી 20 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી હતી.

આ દ્રશ્યો જોઈ તમને લાગશે કે કોઈ નદી વહી રહી છે. પરંતુ આ નદી નથી. આ તો વલસાડ શહેરમાં ભરાયેલા પાણી છે. છીપવાડ હનુમાન મંદિર અને દાણા બજાર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘૂંટણ સુધી ભરાયેલા પાણીને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડમાં એવો વરસાદ વરસ્યો છે કે અનેક હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ દ્રશ્યો ડુંગરી સ્ટેટ હાઈવેના છે. હાઈવે પરથી નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. રોડ-રસ્તા પાણીમાં સમાઈ જતાં અનેક વાહનો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. વરસાદની સૌથી ભયાનક તસ્વીર વલસાડના પલસાણામાંથી સામે આવી છે. જ્યાં ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ ગઈ હતી. બેરિકેડ હોવા છતાં પણ કારચાલકે પુલ પરથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે ફસાઈ ગયો હતો. સદનશીબે તાત્કાલિક રેસક્યુ કરી તેને બચાવી લેવામાં આવ્યો હતો. 

એક તરફ વલસાડ જિલ્લામાં વરસાદ આફત લઈને આવ્યો છે. બીજી તરફ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતાં નદી-નાળા છલકાઈ ગયાં છે. જિલ્લાના મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે તેના કારણે ડેમના 4 દરવાજા ખોલી પાણી દમણ ગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતાં આગામી સમયમાં ખેડૂતો અને લોકોને પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news