Loksabha Election 2024: ક્ષત્રિયોના વિરોધને એક ડાયવર્ઝન રાહુલ ગાંધીએ આપ્યું પરંતુ, તેનાથી ભાજપને કંઈ વધારે ફાયદો થઈ શક્યો નથી. ક્ષત્રિયો હજુ પણ રૂપાલાના વિરોધ માટે મક્કમ છે અને એના જ ભાગ રૂપે બારડોલીમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, બીજી તરફ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંકલન કરીને ક્ષત્રિયોને મનાવી લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે ગુજરાતમાં વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત! આ વિસ્તારોમાં વરસાદ દાટ વાળશે!


  • ક્ષત્રિયોનું મહાસંમેલન 2.0

  • વિરોધના નવા અધ્યાયનો પ્રારંભ

  • રૂપાલાના હટાવવા ક્ષત્રિયો મક્કમ


લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જાણો આ વિશેષ અહેવાલમાં...


પરશોત્તમ રૂપાલાના વિરોધમાં બારડોલીમાં મહાસંમેલન યોજાયું. રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ કર્યું. રાજ્યસ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. આ લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ગુજરાતભરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે રૂપાલાની ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો. 


રાહુલે પગ પર માર્યો કુહાડો! શું રજવાડાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ડૂબાડશે કોંગ્રેસની નાવ


આ સંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ સહિત મહાનુભાવો હાજર રહી સભા સંબોધી હતી. આ સંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ સહિત મહાનુભાવો હાજર રહી સભા સંબોધી હતી.


'કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવી દેવાશે'


એક તરફ ક્ષત્રિયોનું મહાસંમલેન હતું તો બીજી તરફ ગાંધીનગરમાં સી.આર. પાટીલનું સંકલન હતું. ગાંધીનગરમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બંધ બારણે બેઠક કરી. 


10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડો


આ બેઠક સફળ રહી અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ રૂપાલાને માફી પણ આપી દીધી એટલે કે, પાટીલે વધુ એક જૂથને મનાવી લીધું. એટલે કે, પાટીલનું સંકલન તો સફળ રહ્યું પરંતુ, ક્ષત્રિયોનું મહાસમંલેન સફળ થશે કે નહીં તેના પર સવાલ છે. આ પહેલાં પણ ક્ષત્રિયોનું સંમેલન રાજકોટમાં યોજાયુ હતું જે બાદ વિવાદ વધુ વકર્યો હતો..