લોકસભા 2019: ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે કર્યું માઇક્રો પ્લાનિંગ, થશે 500 સભાઓ
ગુજરાતની લોકસભાની 26 સીટોની ચૂંટણી માટે કોંગ્રસે પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારવાની કવાયત હાથ ધરી છે. શનિવારે યોજાયેલી પ્રચાર સમિતિની બેઠકમાં ચૂંટણી દરમ્યાન મહિલા સંમેલન કરી પ્રિયંકા ગાંધીને બોલાવવાનો પ્રસ્તાવ રાખવામા આવ્યો ઉપરાંત લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વિધાનસભા ત્રણ સભા મળી 5૦૦ જેટલી સભાઓ કરવાનો નિર્ણય કરાયો જેમાં 4૦થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભાઓ ગજવશે અને તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતની લોકસભાની 26 સીટોની ચૂંટણી માટે કોંગ્રસે પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારવાની કવાયત હાથ ધરી છે. શનિવારે યોજાયેલી પ્રચાર સમિતિની બેઠકમાં ચૂંટણી દરમ્યાન મહિલા સંમેલન કરી પ્રિયંકા ગાંધીને બોલાવવાનો પ્રસ્તાવ રાખવામા આવ્યો ઉપરાંત લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વિધાનસભા ત્રણ સભા મળી 5૦૦ જેટલી સભાઓ કરવાનો નિર્ણય કરાયો જેમાં 4૦થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભાઓ ગજવશે અને તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલોટ, નવજોતસિંહ સિંધુ, કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધે તેવો પ્રસ્તાવ કોગ્રેસ દ્વારા રાખવામા આવ્યો છે. આ બેઠક બાદ કોગ્રેસ કેમ્પેનીંગ સમિતિના ચેરમેન સિધધાર્થ પટેલે કહ્યું કે બેઠકમાં અગામી લોકસભા ચુટંણી સંદર્ભે આવનારા દિવસોના કાર્યક્રમ અને રણનિતિની ચર્ચા થઇ અગામી ચાર પાંચ દિવસમાં પક્ષનો ક્રાયક્રમ નક્કી થશે.
સત્તાની લડાઈ : અમદાવાદમાં આમનેસામને આવ્યા VHP અને AHPના કાર્યકર્તાઓ
રાહુલગાંધીની વલસાડ ખાતેની સભાથી ચૂંટંણી પ્રચારનો પ્રારંભ થશે કોગ્રેસ દેશને કંઇ દિશામાં લઇ જવા માગે છે. તેનું ચિત્ર અને ભાજાપની નિષ્ફળતા પ્રચારના મુખ્યમુદ્દા રહેશે ઉપરાંત શહેરી મતદારો યુવા મહિલા માટે અલગ કાર્યક્રમ કરવામાં આવશે સમાજના પ્રશ્ને અને વાચાને કંઇ રીતે વાચા આપવી તે કાર્યક્રમ ઘડાઉ રહ્યો છે.