સત્તાની લડાઈ : અમદાવાદમાં આમનેસામને આવ્યા VHP અને AHPના કાર્યકર્તાઓ

 અમદાવાદમાં આજે વનીકરણ ભવન મામલે પ્રવીણ તોગડિયાની સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. પાલડીમાં આવેલ વણીકર ભવનનો કબજો AHPએ કર્યો છે, તેવો આરોપ VHPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના બાદ તેમણે તોડફોડ પણ કરી હતી. આજે પ્રવિણ તોગડીયા તેમની નવી પાર્ટીની જાહેરાત કરવાના હતા, ત્યારે જ અમદાવાદમાં વણીકર ભવનમાં તોડફોડ કરાઈ હતી. જોકે, આ સમગ્ર મામલે સત્તાની લડાઈ સામે આવી છે. પ્રવીણ તોગડિયા થોડા મહિના પહેલા VHPથી અલગ થયા હતા, અને તેમણે પોતાની નવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી હતી. 

સત્તાની લડાઈ : અમદાવાદમાં આમનેસામને આવ્યા VHP અને AHPના કાર્યકર્તાઓ

કિંજલ મિશ્રા/અમદાવાદ : અમદાવાદમાં આજે વનીકરણ ભવન મામલે પ્રવીણ તોગડિયાની સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. પાલડીમાં આવેલ વણીકર ભવનનો કબજો AHPએ કર્યો છે, તેવો આરોપ VHPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના બાદ તેમણે તોડફોડ પણ કરી હતી. આજે પ્રવિણ તોગડીયા તેમની નવી પાર્ટીની જાહેરાત કરવાના હતા, ત્યારે જ અમદાવાદમાં વણીકર ભવનમાં તોડફોડ કરાઈ હતી. જોકે, આ સમગ્ર મામલે સત્તાની લડાઈ સામે આવી છે. પ્રવીણ તોગડિયા થોડા મહિના પહેલા VHPથી અલગ થયા હતા, અને તેમણે પોતાની નવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી હતી. 

પ્રવીણ તોગડીયાએ શું કહ્યું... 
તેમણે કહ્યું કે, ઉપરની રાજકીય મોદીજીની સૂચનાના અને ઈશારાના આધાર પર આ પ્રકારને પોલીસે આવી કાયદાનું ઉલ્લંઘન કરી, કબજો લીધો, તાળા તોડ્યા. અંદર લૂંટ થઈ છે. આ કન્ટેમ્પટ ઓફ કોર્ટ છે. હું માંગણી કરું છું કે પોલીસ વણીકર ભવન ખાલી કરે. એનો કબજો ટ્રસ્ટી તરીકે અમારી પાસે છે. આ અન્યાય છે. મારો અવાજ દબાવવાનો આ પ્રયાસ છે. 

તાજેતરમા જ પ્રવીણ તોગડીયા વીએપથી અલગ થયા હતા, અને આજે તેઓ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવાના છે. ત્યારે વીએચપી કાર્યકર્તાઓએ વણીકર ભવનમાં તોડફોડ કરી હતી. વીએચપીએ આરોપ લગાવ્યો છે કે, AHPએ વણીકર ભવન હડપી લીધું છે. 

વણીકર ભવન વિવાદ શું છે
અમદાવાદના પાલડીમાં મહારાષ્ટ્ર સોસાયટીમાં વણીકર ભવન આવેલું છે. આ જ કાર્યાલયમાં તોગડાયા કામ કરતા હતા. ડો. વણીકરની સ્મૃતિમાં બિલ્ડિંગને વણીકર ભવન નામ આપવામાં આવ્યું હતું. વણીકર ભવન શરૂઆતથી વિશ્વ હિન્દુ પરિષદનું અમદાવાદનું કાર્યાલય રહેલું છે. આ વણીકર ભવન પહેલા વીએચપીનું હતું, અને હવે એએચપીના હોદ્દેદારો પાસે છે. એએચપીના હોદ્દેદારોનું કહેવું છે કે, તેઓ અહીં ટ્રસ્ટી છે તેથી આ કાર્યાલય તેમને મળવું જોઈએ. વીએચપી કહે છે કે, આ વણીકર ભવન વીએચપીનું જ છે, તેથી તેને માંગવાનું કોઈ કારણ જ નથી. ત્યારે એએચપી ટ્રસ્ટના ઉદ્દેશથી વિરુદ્ધ કામ કરી રહ્યું છે. અમે પોલીસને અરજી કરીને ભવનમાંથી ખોટા તત્વોને દૂર કરવા માંગીએ છીએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news