ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા અંગે કોંગ્રેસે કર્યો ખુલાસો
રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિના ભણકારા વાગી રહ્યાં છે. કોંગ્રેસ (Congress) ના કરજણના ધારાસભ્ય સંપર્ક વિહોણા બન્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ધારાસભ્યોના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે, અક્ષય પટેલના જે ખબર મળ્યાં છે તે પાયાવિહોણા છે. તેને અધિકૃત સમર્થન નથી. કોરોના મહામારીની શરૂઆત હતી, ત્યારે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભ્રષ્ટાચારના ભંડોળથી ખરીદવાનો પ્રયાસ કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ અને સીએમઓ બેઠેલા કૈલાશનાથન જેવા અધિકારીઓ મહામારીથી લોકોને બચાવવાનો બદલે રાજકીય રીતે પીએમની સૂચનાથી ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. કૈલાશનાથન જેવા અધિકારીઓઓનો ઉપયોગ કરી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ અને લાંચ આપવાનો પ્રયાસ કરે છે. એના પૂરતા પુરાવા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિના ભણકારા વાગી રહ્યાં છે. કોંગ્રેસ (Congress) ના કરજણના ધારાસભ્ય સંપર્ક વિહોણા બન્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ધારાસભ્યોના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે, અક્ષય પટેલના જે ખબર મળ્યાં છે તે પાયાવિહોણા છે. તેને અધિકૃત સમર્થન નથી. કોરોના મહામારીની શરૂઆત હતી, ત્યારે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભ્રષ્ટાચારના ભંડોળથી ખરીદવાનો પ્રયાસ કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ અને સીએમઓ બેઠેલા કૈલાશનાથન જેવા અધિકારીઓ મહામારીથી લોકોને બચાવવાનો બદલે રાજકીય રીતે પીએમની સૂચનાથી ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. કૈલાશનાથન જેવા અધિકારીઓઓનો ઉપયોગ કરી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ અને લાંચ આપવાનો પ્રયાસ કરે છે. એના પૂરતા પુરાવા છે.