રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. ત્યારે લોકડાઉન બાદ ફરી એકવાર ગુજરાતના રાજકીય બેડામાં હલચલ શરૂ થઈ ગઈ છે. ફરી તોડજોડનું રાજકારણ શરૂ થશે અને આ વખતે આ રાજકરણ શું રંગ લાવશે તેના પર સૌની નજર છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ ગુજરાતના ત્રણ કોંગ્રેસી (Congress) ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા. આ સાથે જ આ ત્રણેય ધારાસભ્યો ભાજપ (BJP) માં ભળી જાય તેવી ગણતરી મુકાઇ રહી છે. તો બીજી તરફ, આજે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની નારાજગી દેખાઈ રહી છે. આજે સવારથી કોંગ્રેસ પક્ષના વલસાડના ધારાસભ્ય જીતુ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની નારાજગી સામે આવી છે.
ગુજરાતની તમામ RTO આજથી શરૂ થઈ, કન્ટેઈનમેન્ટ એરિયાના લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે
કરજણના ધારાસભ્યે રાજીનામુ આપ્યાની ચર્ચા
વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી રહી છે. અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય પટેલ પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા. ત્યારે નારાજ ધારાસભ્ય અક્ષય પટેલે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કર્યો છે. હાલ તેઓ પોતાના ઘરે પણ નથી. તો બીજી તરફ, કોગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા બાદ ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટર પર પણ તાળું જોવા મળ્યું છે. અક્ષય પટેલના ઘરે તાળું લગાવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, છેલ્લા લાંબા સમયથી તેઓ અહીં આવ્યા નથી.
રાજ્યસભાની ચૂંટણીનો ફરી ધમધમાટ ગુજરાતમાં શરૂ થયો છે. વલસાડ જિલ્લાના કપરાડાના કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી ફરી સંપર્ક વિહોણા બન્યા છે. વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ જીતુ ચૌધરીનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે જીતુ ચૌધરી ગઈકાલથી કોંગ્રેસના સ્થાનિક આગેવાનોથી પણ સંપર્ક વિહોણા છે. જીતુ ચૌધરી કોંગ્રેસના રડાર બહાર નીકળી જતા રાજકારણમાં ખળભળાટ શરૂ થયો છે.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
બનાસકાંઠામાં પાલનપુરના કોંગ્રેસી ધારાસભ્ય મહેશ પટેલ રાજીનામુ આપી શકે છે. ધારાસભ્ય મહેશ પટેલ નારાજ હોવાની ચર્ચા હોવાની સૂત્રો દ્વારા મળી છે. મહેશ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક થઇ શકયો નથી. પરંતુ શહેરભરમાં રાજીનામાની ચર્ચા ચાલી રહી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ રાજીનામાની વાતને અફવા ગણાવી છે.
ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર પણ કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાનુ જણાવ્યું છે. ધારાસભ્ય કાંતિ પરમાર પોતે કોંગ્રેસથી નારાજ નથી તેવી કરી સ્પષ્ટતા કરી છે. જોકે તેઓએ જણાવ્યું કે, રાજકારણ છોડી દઈશ. પરંતુ ભાજપમાં નહિ જોડાવું. મારે ભાજપના રૂપિયા નથી જોતા. હાલ અમદાવાદ કોંગ્રેસ સમિતિ ખાતે મીટિંગ હોવાથી હું અમદાવાદ જઈ રહ્યો છું. આમ, તેઓએ રાજીનામું આપ્યું નથી તેવી સ્પષ્ટતા કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે