ગૌરવ પટેલ/અમદાવાદ: ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા પાટીદાર પોલિટિક્સ એક્ટિવ થઈ ગયું છે. જસદણમાં ખોડલધામ નરેશ પટેલે ચૂંટણી પહેલા ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જોઈએ. સાથે સાથે સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ આ નિવેદન સાથે હુંકાર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ નિવેદનને લઈને અને તર્કવિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ખોડલધામ નરેશ પટેલના નિવેદનને લાગણી ગણાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશ પટેલના નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલના નિવેદનના અલગ અલગ અર્થ કરવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક સમાજની લાગણી હોય છે કે તેમના પ્રતિનિધિ હોય. સમાજના ઉત્થાન માટે આગેવાનોની આવી લાગણી હોય છે. લોકશાહીમાં પ્રજા નક્કી કરે છે કોણ ક્યા બેસશે. પરંતુ મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે.


અત્રે નોંધનીય છે કે, રાજકોટના જસદણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલે હુંકાર કરતા જણાવ્યું હતું કે, ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જોઈએ. સાથે સાથે સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ. આ નિવેદનના કારણે રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ વધારવાની વાત કરી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા પાટીદાર સરપંચની માંગ પણ નરેશ પટેલે કરી છે. તમને જણાવી દઈએ કે નરેશ પટેલે પહેલા પાટીદાર મુખ્યમંત્રી, હવે પાટીદાર સરપંચની વાત કરતા પાટીદારોના વર્ચસ્વનો મુદ્દો ઉછળ્યો છે.


વડોદરા દુષ્કર્મ-આપઘાત કેસ: યુવતીના CCTV ફૂટેજ સામે આવ્યા, વીડિયોમાં એવું દેખાયું કે....


નરેશ પટેલે પાટીદાર સમાજના લોકોને જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં એવી વ્યક્તિને ચૂંટજો જે ખુરશી પર બેસ્યા બાદ સમાજને ભૂલી ન જાય અને તેની નજર સમાજ પર રહે. તેમણે વધુમાં કહ્યું કે, ‘ હમણા સ્વામીજી કહીને ગયા તેમ કમિશનર અને કલેક્ટર પાટીદાર સમાજના હોવા જોઇએ તો તેનો પાયો નાંખનાર પણ જસદણના જ પાટીદાર છે. હું તો કહીશ કે ક્લાર્કથી કલેક્ટર પણ પાટીદાર હોવો જોઇએ અને હું તો કહીશ કે રાજકારણમાં  સરપંચથી સાંસદ પણ પાટીદાર જ હોવો જોઇએ, ‘પાટીદારો પર  કરવામાં આવેલા કેસો પાછા ખેંચાયા નથી. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે તે સમય જ બતાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube