ચૂંટણીમાં જીત બાદ ગેનીબેન ઘેલમાં! એક નિવેદનથી કોંગ્રેસમાં કકળાટ શરૂ, ભરતસિંહ વાઘેલા ખફા
ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની અનેક ખામીઓ વિશે પાર્ટીને સલાહ આપી હતી. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.
ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસની બેન ગેનીબેને એકલા હાથે ભાજપને પછડાટ આપી છે. એકમાત્ર ગેનીબેન ઠાકોરની જીતને કારણે ગુજરાત લોકસભા ચૂંટણી ચર્ચામાં રહી. હવે કોંગ્રેસમાં ફરી એકવાર અંદરોઅંદર વિખવાદ શરૂ થયો છે. ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની અનેક ખામીઓ વિશે પાર્ટીને સલાહ આપી હતી. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.
10 વીઘા જમીન અને દર મહિને 20 હજારની કમાણી, આ ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત બન્યો ધનવાન
બનાસકાંઠાના નવનિયુક્ત સંસદ ગેનીબેનના કોંગ્રેસ સંગઠન વિશેના નિવેદનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખફા થયા છે. જી હા...ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે સંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પક્ષની ઝીરો ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની સિસ્ટમમાં ભાજપ કરતાં ઉણપ છે. જેના કારણે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના દમ અને સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવી પડે છે. આ નિવેદન બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા નારાજ થયા હતા અને તેમણે પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકીને ગેનીબેન ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કોઈ પણ એનર્જી ડ્રિંક્સ પીતા હોય તો 100 વાર વિચારજો! આ અહેવાલ વધારી દેશે દિલના ધબકારા
ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને શું આપી હતી સલાહ?
કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત માટે જિલ્લાના તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો. બહાર રહેતા લોકોને મતદાન કેન્દ્ર સુધી લાવી મતદાન કરાવનાર લોકોનો આભાર માન્યો હતો. ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી.
T20WCમાં અમેરિકાએ પાકિસ્તાનને પછાડ્યું! ભારતીય મૂળનો ખતરનાક ખેલાડી બન્યો જીતનો હીરો
તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામગીરમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે છે. તેના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે, તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. બનાસકાંઠા કોંગ્રેસનો કાયમી ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય. ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ.
ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન
પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકશાન થતું હોય છે. હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી કે સલાહ આપવાનો મારો કોઈ અધિકાર નથી પણ જે લોકો મારા નીચે કામ કરે છે એ લોકોને મેં હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે. હું સિસ્ટમમાં કામ કરૂં છું. પાર્ટીના વિરોધમાં કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં કયારેય ‘લેટ ગો’ની ભાવના રાખી નથી. જ્યારે ઈમાનદારીની વાત આવે તો કોંગ્રેસનો કોઈપણ કાર્યકર નાનામાં નાની ચૂંટણી મારી મદદથી લડવાનો હોય તો મેં એને પુરી મદદ કરીને જીતડવાના પ્રયત્નો કર્યા છે. માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું.