મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં આજે લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીને લઇને ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત તેમના ટેકેદારો દ્વારા ભાજપનો ખેસ પહેરતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પાટીદારોને પૈસાની ઓફરના વાયરલ ઓડીયો વિશે શું કહ્યું આશા પટેલે, જૂઓ


જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને વિધાનસભા પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલના પ્રચાર પ્રસાર અર્થે આજે જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે સપના ગાર્ડન ખાતે જામનગર ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા


જ્યારે વર્ષોથી કોંગ્રેસના વફાદાર એવા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથિયા પોતાના ટેકેદારો સાથે આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના આગેવાનો દ્વારા તેમને ખેસ પહેરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ગિરિશ અમેથિયા દ્વારા જામનગ ગ્રામ્યની બેઠક પર કરવામાં આવેલ ઉમેદવારી બાદ તેમની પસંદગીના થતાં સતત છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ તરફે તેમની નારાજગી જોવા મળી હતી. જેને લઈને ક્યાંક ને આજે ગીરીશ અમેથિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને હવે પોતે વિકાસની રાજનીતિ સાથે જોડાય ભાજપના બન્ને ઉમેદવારો જીતાડવા માટે કામે લાગી જશે તેવો આશાવાદ વયકત કર્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...