મૌલિક ધામેચા/અમદાવાદઃ દેશમાં છેલ્લા 21 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલમાં 11 તો પેટ્રોલમાં 9 રૂપિયા કરતા વધુનો વધારો થયો છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે. ત્યારે અમદાવાદમાં ભાવ વધારા મુદ્દે શહેર પ્રમુખની હાજરીમાં દેખાવો કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ રોડ પર ઉતરી
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર અન્ય વસ્તુ પર પણ પડી છે. જેથી શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.  પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલ અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાનની આગેવાનીમાં કોંગ્રેસે શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા પાસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે બાઇકની અંતિમ યાત્રા યોજી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓ બેનરો સાથે રોડ પર ઉતર્યા હતા. તેમણે આ ભાવ વધારો પાછો ખેંચવા માટે પણ માગ કરી હતી. તો વિરોધ બાદ પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ અને દાણીલીમડાના કોર્પોરેટરની અટકાયત પણ કરી હતી. 


મોંઘવારીનો ડબલ માર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો  


જાણો ગુજરાતમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ


શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ  77.70 77.56
 
અમરેલી 78.45 78.33
આનંદ 77.62 77.48
અરવલ્લી  78.63 78.48
બનાસ કંથા 77.87 77.75
ભરૂચ  78.06 77.95
ભાવનગર 78.93 78.81
બોટાદ  78.58 78.46
છોટાઉદેપુર  77.89 77.78
દાહોદ  78.30 78.19
દેવભૂમિ દ્વારકા  77.36 77.26
ગાંધીનગર  78.13 77.99
ગીર સોમનાથ  78.69 78.6
જામનગર  77.58 77.48
જુનાગઢ  78.08 77.99
ખેડા  77.56 77.45
કચ્છ  77.47 77.36
મહીસાગર 77.72 77.61
મહેસાણા  77.77 77.69
મોરબી  78.31 78.22
નર્મદા 77.86 77.75
નવસારી  77.71 77.62
પંચ મહેલ  77.40 77.3
પાટણ  77.77 77.69
પોરબંદર  77.98 77.87
રાજકોટ  77.42 77.33
સાબરકાંઠા  77.94 77.84
સુરત  77.52 77.44
સુરેન્દ્રનગર  77.72 77.64
તાપી  78.00 77.91
ડાંગ  78.25 78.15
વડોદરા  77.27 77.17
વલસાડ  78.05 77.96

21 દિવસમાં 11 રૂપિયા મોંઘુ થયું ડીઝલ
આંતરરાષ્ટ્રીય બજારમાં આમ તો 21 દિવસમાં મોટાભાગે ક્રૂડ આયાતની કિંમતો સામાન્ય રહી, પરંતુ ઘરેલૂ બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ કાચા તેલની કિંમત 42 ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તે પ્રમાણે ઘટાડો થયો નથી. તેની અસર છે કે છેલ્લા 21 દિવસમાં ડીઝલની કિંમતોમાં 11 રૂપિયા પ્રતિ લીટર તો પેટ્રોલમાં 9.12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube