ગૌરવ પટેલ/અમદાવાદ : રાજ્યમાં બીનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં બહાર આવેલી ગેરરીતીને લઇને કાંગ્રેસ વધુ આક્રમક મુડમાં આવી એનએસયુઆઇ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે એક મીસ કોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે કોઇ પણ પરીક્ષાર્થીને ગેરરીતી થયાનો એહસાસ થયો હોય એ પરીક્ષાર્થી 07941050774  નંબર પર મીસકોલ કરી અભીયાનમાં જોડાઇ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો બોલો ! 75% પુત્રવધુઓ માને છે કે ઝગડાના કારણે સાસુ પ્રત્યે પ્રેમ વધે છે


મિસકોલ કર્યા બાદ એક લીંકમાં ત્રણ સવાલ પુછવામાં આવશે. જેમકે ગુજરાતની યુવા પેઢીએ તેમના હક અધિકાર અને ભવિષ્ય માટે સરકાર સામે લડત લડવી જોઇએ. સરકાર ભરતીઓના નામે યુવાનો સાથે મજાક કરી રહી છે અને ભરતીઓમાં માનીતાઓને ગોઠવવાનુ સરકારનું સુનિયોજીત ષડયંત્ર છે. આ સવાલના જવાબ આપી પરીક્ષાર્થી સરકાર સામેના અભિયાનમાં જોડાશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં યોજાતી પરીક્ષામાં લાખો ઉમેદવારો જોડાય  છે અને પરીક્ષામાં પેપર લીક થાય છે. પરીક્ષા બાદ નોકરી મેળવવા ભાવ બોલાય છે. આ સંજોગોમાં ગુજરાતના યુવાનોના આક્રોશને કોંગ્રેસ વાચા આપશે. 


ગુજરાત વધારે એક દિકરીની ચીસોથી થરથર્યું: કચ્છમાં દુષ્કર્મની ઘટનાથી તંત્ર દોડતું થયું


DPSની પ્રાથમિક શાળાની માન્યતા પણ રદ્દ, વિદ્યાર્થીઓને આસપાસની શાળાઓમાં મોકલાશે


વિવિધ પરીક્ષાના ઉમેદવારોને કોંગ્રેસ એક પ્લેટફોર્મ પર લાવવા માટે આ નંબર જાહેર કરવામાં આવ્યો. જે ઉમેદવાર આગળ આવશે તેને  કોંગ્રેસ સાથ આપશે અગામી સમયમાં ગાંધીનગર જઇ મુખ્ય મંત્રી પાસે જવાબ માંગવામાં આવશે.  રાજ્યના ગૃહ મંત્રીએ પરીક્ષાની ગેરરીતીને લઇને કરેલા નિવેદનો જવાબ આપતાં અમિત ચાવડાએ કહ્યુ કે, સરકાર પહેલાં કેહતી હતી કે કોઇ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયો નથી. જયારે એનએસયુઆઇએ સીસીટીવી ફુટેજ આપ્યા ત્યારે સરકાર કાર્યવાહીની વાત કરે છે. સરકાર શા માટે દરેક સેન્ટરના સીસીટીવી જાહેર થતા નથી. માત્ર આ એક નહી 11 પરીક્ષા શંકાના દાયરામાં છે. આ લડાઇ ગુજરાત ના યુવાનોના હક અને અધિકાર માટેની છે અને કોંગ્રેસ તેમાં સાથ આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube