ગુજરાત વધારે એક દિકરીની ચીસોથી થરથર્યું: કચ્છમાં દુષ્કર્મની ઘટનાથી તંત્ર દોડતું થયું

હજી સુધી વડોદરા દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા પણ નથી ત્યાં કચ્છમાં વધારે એક દુષ્કર્મની ફરિયાદ દાખલ

ગુજરાત વધારે એક દિકરીની ચીસોથી થરથર્યું: કચ્છમાં દુષ્કર્મની ઘટનાથી તંત્ર દોડતું થયું

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતમાં ત્રણ દુષ્કર્મની ઘટનાઓ બનતા સમગ્ર સમાજ અને રાજ્ય ખળભળી ઉઠ્યું છે. સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે. આવી સ્થિતીમાં સરકાર અને તંત્ર બંન્ને ખુલાસાની પોઝીશનમાં આવીને ઉભા છે. પોલીસ તંત્રની આબરૂનાં લીરે લીરા ઉડાડીને વડોદરાનાં આરોપીઓ બેખોફ ફરી રહ્યા છે. જો કે આ તમામ ઘટનાઓની શ્યાહી સુકાઇ નથી ત્યાં કચ્છમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. કચ્છનાં ભચાઉ તાલુકાનાં ખોડાસરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. 

DPSની પ્રાથમિક શાળાની માન્યતા પણ રદ્દ, વિદ્યાર્થીઓને આસપાસની શાળાઓમાં મોકલાશે
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાનાં ખોડાસરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. લાકડિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. સગીરાને લાલચ આપીને પવન ચક્કી નજીક લઇ જઇને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. ફરિયાદનાં પગલે ભચાઉ રેન્જનાં ડીવાયએસપી પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા છે. હાલ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. ડીવાયએસપીની નજર હેઠળ પોલીસે તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news