હિતેન વિથલાણી/દિલ્હી: ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટનાને પગલે રાજ્યમાં પરપ્રાંતીયોને નિશાને બનાવાતાં મામલો ગરમાયો છે. પરપ્રાંતીયોને લઇને રાજ્યના છ જિલ્લા પ્રભાવિત બનતાં પોલીસ હરકતમાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભાજપ કોંગ્રેસ દ્વારા સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરાતાં રાજકારણ ગરમાયું છે. રાજ્યના બંન્ને પક્ષો એક બીજા પર માછલા ધોઇ રહ્યા છે. રાજ્યના ન્યાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે તો કોગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર સામે સીધું નિશાન તાક્યું હતું. અલ્પેશ ઠાકોરનો વીડિયો વાયરલ થતાં સીધા આરોપો કર્યો હતા કે, રાજ્યમાં પ્રાંતવાદની જ્વાળા ભડકાવાના આરોપો કર્યા હતા. અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પત્રકાર પરિષદમાં વીડિયો જાહેર કરીને અલ્પેશ ઠાકોર પર સીધા પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાંતવાદ ભડકાવાનો ભાજપના MLA પર લાગ્યો આરોપ 
ભાજપ દ્વારા કોંગ્રેસના ધારસભ્યોના વીડિયો જાહેર કરી કોંગ્રેસ દ્વારા પ્રાંતવાદ શરૂ કરી અને ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેથી આજે પરપ્રાંતીય મામલે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો વીડિયો જાહેર કરીને ભાજપના 3 ધારાસભ્યો પર તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ વીડિયોમાં રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પરપ્રાંતીયોને ભગાડી દેવા જોઇએ તેવા મુદ્દા સાથે આંદોલન કરવાની ચિંમકી પણ આપવામાં આવી હતી, ત્યારે હવે ભાજપ આ વિડિયો જોઇને ભાજપના ધારસભ્ય પર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. તે તો સમય જ બતાવશે. 


પપ્પુ યાદવ ગુજરાતમાં, કહ્યું-નફરત ફેલાવનારાઓને બિહારમાં ઘૂસવા નહીં દેવાય


હિંમતનગરના ભાજપના ધારાસભ્યએ પ્રાંતવાદ પર ભડકાઉ ભાષણનો વીડિયો સામે આવ્યો 
હિંમતનગરના ધરાસભ્ય રવિન્દ્ર ચાવડાનો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો મુજબ આ વીડિયોમાં રવિન્દ્ર ચાવડા બોલી રહ્યા છે, કે યુવાનોની વાતએ છે,કે ફેક્ટરીઓમાં પર પ્રાંતીય લોકો  છે. અને સરકાર એટલે કે વિજય રૂપાણી દ્વારા જાહેર કર્યું હતું, કે સ્થાનિક ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિકો હોવા જઇએ, અને જો પર પ્રાંતીયો પરને વધારો પ્રમાણમાં રોજગારી આપવામાં આવશે તો, ફેક્ટરી બંધ કરી દેવામાં આવશે. અને તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું, કે જો 80 ટકા સ્થાનિકોને રોજગારી નહિ મળે તો, યુવાનો સાથે આંદોલન કરવા માટે પણ હું તૈયાર છું. અને સ્થાનિકોને રોજગારી નહિં મળે તો અમે ચલાવી માંગતા નથી.