હિતલ પારેખ/ગાંધીનગર :પાક વીમા (Pak vimo) ની માહિતી આર.ટી.આઈ માહિતી ન આપી શકાય. આ માહિતી આપવાથી રાષ્ટ્રીય હિતને નુકસાન થતું હોવાનો જવાબ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખ પાલ આંબલિયાની અરજી પર આ પ્રકારની વાત આરટીઆઈ (RTI) કાયદા અંતર્ગત કરવામાં આવી છે. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ ભવનમાં જવાબ માંગવા ડેરા જમાવ્યા છે.


MRI મશીનમાં કરાયું હતું Sex, 20 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો આ કિસ્સો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ દ્વારા ગાંધીનગર કૃષિભવન જઈને કૃષિ નિયામક પાસે જવાબ માંગવાનો નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, વીરજી ઠુમ્મર સહિતના આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. કૃષિ નિયામક દ્વારા જવાબ ન આપવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રહિતની વાતો કરતી સરકાર પાક વીમામાં કયા પ્રકારનું રાષ્ટ્ર હિત છે તે જાણવાની માંગણી કરી હતી.


Video : પ્રેમિકાએ લગ્ન માટે ના પાડી તો પ્રેમીએ ખેલ્યો ખૂનીખેલ, પ્રેમિકા અને પોતાના ગળામાં ચલાવી છૂરી


કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પાક વીમા કંપનીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેના ભ્રષ્ટાચારનો મુદ્દો રાષ્ટ્રહિત હોવાનો દાવો કર્યો છે. પાક વીમાને લઈને કોંગ્રેસની લડત ખેડૂતો સુધી લઇ જવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો. પાક વીમાનું કરોડો રૂપિયાનું પ્રીમિયમ લઈને પણ વળતર ચૂકવવામાં કરવામાં આવતા ઠાગાઠૈયા સામે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નો ઉભા કર્યા. આગામી દિવસોમાં પાક વીમા મુદ્દાની આ લડત કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રની શરૂ કરીને સમગ્ર રાજ્યમાં લઈ જવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....