ગૌરવ પટેલ/અમદાવાદ : ઓછી બેઠકો હોવ છતાં મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનાની સરકાર બને તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. જો કે વિરોધાભાસી વિચારધારા ધરાવતા કોંગ્રેસ અને શિવસેના એક બીજાની સાથે જોવા મળ્યા તો છે પરંતુ આ ગઠબંધન કેટલું ચાલશે અને ગઠબંધન થઇ શકશે? તેવુ પુછવામાં આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે આ ગઠબંધન ભાજપાની સરમુખત્યારનીતિ સામેનું ગઠબંધન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ : ફરજ દરમિયાન ટ્રાફિક બ્રિગેડનાં જવાનો મોબાઇલ નહી રાખી શકે
2019 ની ચૂંટણીમાં પ્રજાએ ભાજપને ચૂંટી પણ હવે પ્રજા જાગૃત થઇ છે. દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા સરમુખત્યાર શાહી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પરિણામોથી ભાજપને ઝાકરો મળ્યો છે. લાંબા સમય પછી શિવસેના એનસીપીનું ગઠબંધન થયું છે. કોંગ્રેસ મહારાષ્ટ્રના લોકોનો આભાર માને છે. કોંગ્રેસે મહારાષ્ટ્રના હીત માટે ગઠબંધનને આવકાર્યું છે. આ નિર્ણયથી મહારાષ્ટ્રના લોકોને ફાયદો થશે મહારાષ્ટ્રના ખેડૂત અને પ્રોજ્ક્ટને ફાયદો થશે. 


રાજકોટમાં પોલીસનો સપાટો 3 દિવસમાં જ 1.20 કરોડનાં ઇ મેમો ફટકાર્યા


દિવાળી વેકેશન બાદ વિવિંગ ઉદ્યોગની હોળી, કારીગરો ભાવ વધારાની માંગ સાથે તોફાને ચડ્યાં


અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યુ કે મહારાષ્ટ્રમા ૩૦ જેટલા લોકોને ભાજપ તોડી લઇ ગયું અને ટિકિટ આપી તેમાં ૩૦માંથી ૨૮ લોકોને પ્રજાએ ઘર ભેગા કર્યા મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર બનવવા આપ્યું પણ બહુમતી સાબિત ના કરી શકી. ભાજપની નીતિ રીતિથી શિવસેના એનસીપી સરકાર બનવા જઈ રહી છે. જ્યાં કોંગ્રેસ એ ટેકો આપવાનો સંકેત આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ એનસીપી કોંગ્રેસ અને શિવસેના મળીને સંયુક્ત સરકાર રચવા જઇ રહ્યા છે.