ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ચુંટણી પંચમાં લેખીતમાં કરી રજુઆત કરી છે. રાજકોટ અને ગોંડલના સરકરી અને અર્ધસરકારી કર્મચારી અધિકારને જસદણ વિધાનસભાની ચુંટણીમાં કામગીરી ન સોપવા કરી માગ કરી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીને લેખીતમાં રજુઆત કરી જસદણ વિધાનસભાની પેટા ચુંટણીમાં રાજકોટ અને ગોડલના કર્મચારીઓને જવાબદારી ન સોપવાની માંગ કરી મનહર પટેલ દ્વારા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જસદણ વિધાનસભાની પેટા ચુંટણીની પ્રક્રિયામાં ગોંડલ સરકારી તંત્રના પ્રાંત અધિકારી રાયજાદા અને મામલતદાર ચુડાસમા સહિત 162 પ્રીસાઇડીંગ ઓફીસર,206 પ્રથમ પોલીંગ તેમજ 192 પોલીંગ કર્મચારીઓ સહિત 560  કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે જેમાં ઇવીએમ ઓપરેટ,મોકપોલ અને ફોર્મ કેમ ભરવા સહિતની જવાબદારી સોપાઇ છે.


વધુ વાંચો...સુરત: કાળા હાથ-પગ રંગી નવજાત બાળકી મળી, શીશું પર તાંત્રિક વિધી થઇ હોવાની આશંકા


મનહપ પટેલે પત્રમાં માંગ કરતાં ઉલ્લેખ કર્યો છે કે એકજ તાલુકામાંથી સરકારી કર્મચારી અને અધિકારીને ચુંટણીની કામગીરી સોપવી તે પ્રથમ નજરે શંકા ઉપજાવે છે  જે અંદે ચુંટણી પંચે ગંભીરતા પુર્વક વિચરા કરી અન્ય જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોપવી જોઇએ તેમણે ઉમેર્યુ કે ચુટંણી  પંચ દ્વારા અન્ય જિલ્લાના કર્મચારીઓને ચુંટણીની જવાબદારી સોપી ચુટંણીની તટસ્થ પ્રક્રિયાનો પરીચય કરાવવો જોઇએ તેમણે એવુ પણ કહ્યુકે જો ચુંટણી પંચમાંથી તેમને યોગ્ય પ્રતિસાદ નહી મળેતો તેઓ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે