નવનીત દલવાડી/ભાવનગર: સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભા ની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીને લઈને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમા જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરતેજ ગામે ખાનગી રિસોર્ટમાં યોજાયેલ તાલીમ શિબિરમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત પ્રદેશના નેતાઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસના જુના નેતાઓ તેમજ વિવિધ સેલના આગેવાનો હાજર રહ્યાં હતા. શિબિરમાં આવેલા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલના મામલે જણાવ્યું હતું કે, હાર્દિક નાની વયનો છે, અને મેં તેની સાથે નાના ભાઈની જેમ રાખીને કામ કર્યું છે. 


હાર્દિક પટેલનું સાંકેતિક ટ્વિટ, કહ્યું, 'મારું મનોબળ તોડવા માંગે છે, પાર્ટીના કેટલાક લોકો નથી ઈચ્છતા કે હું કોંગ્રેસમાં રહું...'


શક્તિસિંહ ગોહિલે એમ પણ જણાવ્યું હતું કે, ભાજપમાં આકાઓ સાથે કોઈ બોલી પણ શકતું નથી અને જો બોલે તો હરેન પંડ્યા જેવી દશા થાય છે. તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓ ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં તેમને પહેલી હરોળમાં સ્થાન મળતું અને તેઓ હીરો હતા, જયારે ભાજપમાં જીરો થઇ ગયા છે. 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ, દાહોદની આદિવાસી રેલીમાં હાજરી નહીં આપે


શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આવી રહેલા આપ માટે કહ્યું કે ગુજરાત ની જનતા ત્રીજા મોરચા ને કયારેય સ્વીકારતી નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube