કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ, દાહોદની આદિવાસી રેલીમાં હાજરી નહીં આપે
1 મેના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ હાલ કોઈ કારણોસર રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યગ્રાહ રેલીનુ આયોજન કરાયું હતુ. ગુજરાત કોગ્રેસના નેતાની હજારીમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતના સ્થાપના દિવસે એટલે કે 1 મેના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ અપાયું હતું. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 1 મેના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ હાલ કોઈ કારણોસર રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યગ્રાહ રેલીનુ આયોજન કરાયું હતુ. ગુજરાત કોગ્રેસના નેતાની હજારીમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સ્થાપના દિવસે એટલે કે 1 મેના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી દાહોદથી આદિવાસી અધિકારી યાત્રાની શરૂઆત કરવાના હતા અને એક જનસભા પણ સંબોધવાના હતા. આ વખતે કોંગ્રેસના હાથમાંથી ગુજરાત સરકે તે પરવડે તેમ નથી, જેથી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આદિવાસી બેલ્ટ પર ફોકસ કરી રહી છે.
દાહોદમાં યોજાનારી આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે આવતીકાલે બેઠક પણ મળશે. રાહુલ ગાંધીનો પ્રવાસ તો કેન્સલ થયો છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની આગેવાની એક મહત્વની બેઠક યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસ પક્ષનાપ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આ બન્ને નેતાઓની યોજાનાર આ બેઠકમાં કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યો હાજર રહશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ તો તાકત લગાવી રહી છે, સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પોતાનો દમ દેખાડી રહી છે. નોંધનીય છે કે આવનારા દિવસોમાં તમામ પક્ષોની તૈયારી ઉમેદવારોનું ભાવી અને પ્રજાનો નિર્ણય શું રહેશે તે જોવાનું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે