ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંત એટલે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે કોંગ્રેસ પાર્ટી પોતાની તૈયારી શરૂ કરવા જઈ રહી છે. 18 જૂનથી કોંગ્રેસના આગેવાનો ચારેય ઝોનમાં બેઠક કરવાના છે. પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતાઓની આગેવાનીમાં આ બેઠક યોજાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર 18 જૂને દક્ષિણ ગુજરાત, 19 જૂને મધ્ય ગુજરાત, 21 તારીખે ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં આ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં તમામ સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ સાથે આ બેઠક યોજાવાની છે. કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પર વિશેષ ધ્યાન આપવા માટે ખાસ રણનીતિ બનાવી છે. આ બેઠકમાં સંગઠનને સોંપેલી જવાબદારીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Breaking News: પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે નહીંઃ સૂત્રો


પક્ષ સાથે વધુ લોકોને જોડાવાનો પ્રયાસ
વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અલગ-અલગ રણનીતિ બનાવી કામ કરી રહ્યુ છે. હવે 18 જૂનથી કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં બેઠકો શરૂ કરવાની છે. આ બેઠકમાં વધુમાં વધુ લોકો પક્ષ સાથે જોડાઈ તેની પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ ઉઠાવવા માટે ચર્ચા કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube