સમીર બલોચ/અરવલ્લી :કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર ઠાકોર સેનાના નેતા ધવલસિંહ ઝાલાનો બાયડમાં વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ ‘ધવલસિંહ 15 કરોડમાં વેચાયા’ નામથી બેનર દર્શાવીને ધવલસિંહનો વિરોધ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો


પ્રાપ્ત માહિતી અનુસાર, ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીના દિવસે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. આ પહેલા જ તેમણે ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર સાથે મળીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. બંનેએ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું હતું. જેને પગલે આજે અરવલ્લીના બાયડમાં રાજીનામુ આપનાર ધવલસિંહ ઝાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ બેનર દર્શાવી વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ ‘ધવલસિંહ 15 કરોડમાં વેચાયા’ના બેનર દર્શાવ્યા હતા. પોલીસે વિરોધ કરતા 24 કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. 


કડી : વરઘોડો કાઢનાર દલિત પરિવારનો ગામ બહિષ્કાર કરનાર સરપંચને આખરે સસ્પેન્ડ કરાયા 


ઉલ્લેખનીય છે કે, ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેમજ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ બંને ધારાસભ્યોનું ભાજપ તરફી વલણ વધ્યું હતું. તેઓ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ પહેલેથી જ હતી. આ વચ્ચે તેણે ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસનું ગણિત ઉંધું પાડ્યું હતું. જેની સામે કોંગ્રેસ પણ પગલા લેવાની છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :