ગુજરાતની વધુ બે નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું! સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કપાયું, હવે પાણીનું કનેક્શન પણ કપાશે!
![ગુજરાતની વધુ બે નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું! સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કપાયું, હવે પાણીનું કનેક્શન પણ કપાશે! ગુજરાતની વધુ બે નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું! સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કપાયું, હવે પાણીનું કનેક્શન પણ કપાશે!](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/01/20/421641-77-kheda.jpg?itok=IcaZh-lQ)
માત્ર 15 દિવસ 3 નગરપાલિકાએ દેવાળું ફૂક્યું છે. રાજકોટની જસદણ તો ખેડા અને મહેમદાવાદ પાલિકાએ દેવાળું ફૂંક્યું છે. રાજકોટની જસદણ નગર પાલિકાએ દેવાળું ફૂંકતાં અંધારપટ છવાઈ ગયું હતું. પીજીવીસીએલએ શહેરનું વીજ કનેકશન કાપી નાખ્યું છે.
અમદાવાદ: તંત્રની બેદરકારીને કારણે ઘણી વાર સામાન્ય જનતાએ ભોગવવાનો વારો આવે છે. ખેડા જિલ્લામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. મહેમદાવાદ નગરપાલિકાએ કરોડો રૂપિયાના લાઈટ બિલની ચૂકવણી ન કરતા વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઈટોના વીજ કનેક્શન કાપી નાંખ્યા છે. જેના કારણે લોકોએ અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે. જસદણ બાદ ગુજરાતની વધુ બે નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું છે. ખેડા અને મહેમદાવાદ પાલિકાની સરકારી તિજોરીમાં લાઈટ બિલ ભરવાના પૈસા ના હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપ્યું છે. સાડા ત્રણ કરોડ રૂપિયા નહીં ભરે તો પાણીનું કનેક્શન પણ કપાશે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે મોટા સમાચાર, FIRમાં નામ આવતા જયસુખ પટેલે ખેલ્યો દાવ
માત્ર 15 દિવસ 3 નગરપાલિકાએ દેવાળું ફૂક્યું છે. રાજકોટની જસદણ તો ખેડા અને મહેમદાવાદ પાલિકાએ દેવાળું ફૂંક્યું છે. રાજકોટની જસદણ નગર પાલિકાએ દેવાળું ફૂંકતાં અંધારપટ છવાઈ ગયું હતું. પીજીવીસીએલએ શહેરનું વીજ કનેકશન કાપી નાખ્યું છે. તો ખેડા અને મહેમદાવાદમાં પણ બિલ ન ભરતાં એમજીવીસીએલે વીજ કનેકશન કાપી નાખ્યા છે.
ગુજરાતભરમાં ફરી કાતિલ ઠંડી ભુક્કા કાઢશે, આગામી 24 કલાક બાદ અહીં વરસાદની આગાહી!
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સિટી લીડર્સ કોન્કલેવના 24 કલાક બાદ 2 પાલિકામાં અંધારપટ છવાયું છે. મહેમદાવાદ અને ખેડા નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું છે. વીજ બીલ ન ભરતા MGVCLએ સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપ્યા હોવાની વાત સામે આવી છે. ખેડા અને મહેમદાવાદ પાલિકાએ 3 વર્ષથી બીલ ભર્યું નથી. વારંવાર નોટિસ આપ્યા છતાં બન્ને પાલિકાએ બીલ ભર્યા નથી. જેના કારણે લોકોને મુસ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહેમદાવાદ પાલિકા પાસે MGVCLને 3.48 કરોડ લેવાના બાકી નીકળે છે.
સાવધાન! ગુજરાતમાં કરોડોની જમીનમાં તોડ કરતી ગેંગનો પર્દાફાશ, અનેક લોકોનું કરી નાંખ્યુ
મહત્વનું છે કે, પાલિકાએ શહેરીજનો પાસેથી ટેક્સ ઉઘરાવી સેવાઓ આપવાની હોય છે. પરંતુ અહીં તો ઉંધું ચાલી રહ્યું છે. આ ઘટના બાદ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પાલિકાના યોગ્ય પ્લાનિંગના અભાવે નગરમાં અંધારપટ છવાયો છે. પૈસા ચુકવીને પણ નગરજનો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. MGVCLએ વોટર વર્કસનું કનેક્શન પણ કાપવાની ચીમકી આપી છે. જેના કારણે પાલિકા લાઈટ બીલ નહીં ભરે તો વોટર વર્કસનું કનેક્શન કાપી નંખાશે. મહેમદાવાદની જનતાને પાણી વગર રઝળવાનો વારો આવી શકે છે.