Eye Infection Spreads: ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત થતા જ ‘આંખ આવવાની’ બીમારી વધી રહી છે. બાળકોથી વડીલો સુધી કન્જેક્ટિવાઇટિસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુજરાતની હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યાં છે. વાઇરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાના પ્રાંરભ સાથે જ મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યુ છે. આ સાથે જ આંખો આવવાની સમસ્યા વધી છે. જેને કન્જક્ટિવાઈટિસ કહેવાય છે. સામાન્ય ભાષામાં તેને આંખ આવવી કહેવાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ 15 થી વધુ દર્દીઓ આવી રહ્યાં છે. તો સુરત સિવિલમાં રોજ 125થી વધુ દર્દીઓની લાઈનો લાગે છે. ત્રણ દિવસમાં માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં જ 375થી વધુ કેસ નોંધાઇ ગયા છે.


એસજી હાઈવે પર હવે સ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે, લેવાયું આ મોટું પગલું


શુ છે લક્ષણો
આ બીમારીમાં આંખમાં રહેલા મેમ્બ્રેન્સમાં સોજો આવવાથી આંખમાં સોજો આવે છે. જેથી આંખ લાલ લાલ થઈ જાય છે. આ સમસ્યામાં આંખોમાં સતત ખંજવાળ આવે છે અને પાણી પડ્યા કરે છે. 


આડેધડ ટીપા ન નાંખો
જો આંખો આવે તો આડેધડ ટીપા ન નાંખો. આ માટે પહેલા ડોક્ટરનું માર્ગદર્શન લઈ લેવું. ડોક્ટરની સલાહ મુજબ જ આંખના ડ્રોપ્સ નાંખવા. ખાસ કરીને બીજાને ઈન્ફેક્શન લાગી શકે છે, તેથી અન્ય લોકોથી દૂર રહેવુ. તમારા હાથનો સ્પર્શ બીજાને ન કરવો. દર્દીએ ટુવાલ, રૂમાલ, આંખના ટીપાનો ઉપયોગ અન્ય લોકોનો ન કરવો. સતત હાથ ધોતા રહેવા જોઈએ. આંખોને ચોળવી નહિ, અને આંખ આવે તો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ પણ ટાળવો.  


17 થી 20 જુલાઈના દિવસો ભયાનક જશે : 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી


આંખના ટીપાનુ વેચાણ 10 ગણું વધ્યું
આંખ આવવાના વાવર વચ્ચે મેડિકલ સ્ટોર પર આંખના ટીપાનું વેચાણ 10 ગણું વધ્યું છે. આંખ આવવાના વાવરમાં 4 કરોડની દવા વેચાઈ ગઈ છે. આઇડ્રોપ લેવા દોડાદોડી થઈ રહી છે. આવામાં આ ડ્રોપનું માર્કેટ પણ ઉંચકાયું છે. જ્યાં રોજના 10 ડ્રોપ પણ માંડ વેચાતા હતા, ત્યાં 100થી વધુ વેચાઈ રહ્યા છે. રોજ લાખોની દવાઓની અવરજવર થઈ રહી છે. જો ઈન્ફેક્શન લાંબુ ચાલશે તો સીઝનમાં 25 કરોડની દવા વેચાવાની વકી છે. મોટાભાગના ગ્રાહકો મેડિકલ સ્ટોર્સ પર આંખના ટીપા અને એન્ટીબાયોટિક લેવા જ આવી રહ્યા છે. એક અંદાજ મુજબ, વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતના શહેરોમાં રોજ 5થી 7 હજારના આંખના ટીપા વેચાઇ રહ્યા છે. 


અમેરિકાને કારણે રાતોરાત ચમક્યુ હતું કચ્છનું આ સ્થળ, બે વર્ષ પહેલા કોઈ ઓળખતુ પણ ન હતુ


અમરનાથ યાત્રા ગુજરાતીઓ માટે ઘાતક બની, ચોથા ગુજરાતીનું યાત્રા દરમિયાન મોત