એસજી હાઈવે પર હવે સ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે, લેવાયું આ મોટું પગલું
SG Highway : સરખેજ-ગાંધીનગર-ચિલોડા(એસ.જી હાઈવે) રોડ પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. જો હવે એસજી હાઈવે પરથી પસાર થતી વખતે વાહન વધુ સ્પીડમાં હશે તો ઓટોમેટિક એલર્ટનો મેસેજ આવી જશે
Trending Photos
Ahmedabad News અમદાવાદ : રાજેરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે (sg highway) પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આવતીકાલથી દૂર થવાની છે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળે તેવુ એક પગલુ લેવાયું છે. એસજી હાઈવે પર જો હવે ઓવરસ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે. કારણ કે, સરખેજ-ગાંધીનગર-ચિલોડા(એસ.જી હાઈવે) રોડ પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. જો હવે એસજી હાઈવે પરથી પસાર થતી વખતે વાહન વધુ સ્પીડમાં હશે તો ઓટોમેટિક એલર્ટનો મેસેજ આવી જશે.
શું છે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ
આ એક પ્રકારની સિસ્ટમ છે. જેમાં વાહનની ગતિ, હવામાન સંબંધી ડેટા સિસ્ટમ, લાઈવ ટ્રાફિક કન્જેશન, ટ્રાફિક રિરૂટિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈમરજન્સી મેસેજના તમામ ડેટા એકત્ર થશે. આ એક પ્રકારની સિસ્ટમ છે, જે સરખેજ, ગાઁધીનગર થી ચિલોડા હાઈવે પર વિવિધ જગ્યાના અંતરે લગાવવામા આવશે. વીએમએસ, વીઆઈડીએસ કેમેરા, પીટીઝેડ કેમેરા, વીડિયો સર્વેલન્સ સિસ્ટમ, વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ, મેટ્રોલોજિકલ ડેટા, એર ક્વાલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવાશે. જેમાં બધુ જ કેપ્ચર થઈ જશે. આ માટે બે કન્ટ્રોલ રૂમ બનાવવામા આવ્યા છે. એક સરગાસણ સર્કલ પાસે અને બીજું સોલા સિવિલ હોસ્પિટલની સામે. જ્યાંથી આખા રુટ પર નજર રાખવામા આવશે. કન્ટ્રોલ રૂમથી સીધુ મોનિટરીંગ કરવામાં આવશે. જો કોઈ અકસ્માત સર્જાય તો પણ તાત્તકાલિક પોલીસને જાણ કરાશે.
આ સિસ્ટમ કેટલી ઉપયોગી
આ સિસ્ટમ વાહનચાલકોની સુરક્ષા માટે ઉપયોગી બની રહેશે. કારણ કે, તેનાથી સલામતી વધશે. સાથે જ રસ્તા અને હવામાન અંગે પણ વાહનચાલકોને માહિતગાર કરાશે. સાથે જ અકસ્માતનું પણ એલર્ટ આપવામા આવશે, જેથી અન્ય વાહનચાલકો સતર્ક થઈ જાય. આ ઉપરાંત દરેક લેન માટે અલગ કેમેરા હશે. આ આખા રોડ પર ખોટી રીતે વાહનો પાર્ક થયા હશે તો પણ પકડાઈ જશે. ઓવર સ્પીડિંગનો મેસેજ કંટ્રોલ રૂમમાં પણ પહોંચશે.
સ્પીડવાળા વાહનોને એલર્ટ કરાશે
ઓવરસ્પીડિંગ વ્હીકલને ડિટેક્ટ કરી એનો વીડિયો પણ જનરેટ કરી બતાવશે. વાહનચાલકોને ઓટોમેટિક મેસેજ એલર્ટ પણ મળશે કે એમની ગાડી ઓવરસ્પીડિંગમાં ચાલી રહી છે. ડિસ્પ્લેમાં સ્પીડ લિમિટ પણ દેખાશે જેથી કરીને વાહનચાલકો પોતાની વાહનની સ્પીડ ધીમી કરી શકે અને કંટ્રોલ રૂમને પણ તરત જ એલર્ટ મળશે કે આ વાહન ઓવરસ્પીડિંગમાં ચાલી રહ્યું છે. એટલુ જ નહિ, સ્માર્ટ વેરિએબલ મેસેજ સાઈન સિસ્ટમ અંતર્ગત રિયલ ટાઈમ ડિસ્પ્લેમાં હવામાનની સ્થિતિ અને એલર્ટ, યુઝર્સને ઈમર્જન્સી બ્રોડકાસ્ટ, ટ્રાવેલ ગાઈડન્સ, જો કોઈ પણ પ્રકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થવાની હોય તો એની જાણકારી, રોડ પર વાહનો વચ્ચે કેટલો ગેપ છે અને આગળ કોઈ અકસ્માત સર્જાયો હોય તો એલર્ટ ડિસ્પ્લેમાં દર્શાવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે