• ખાતેદારે એફડી કરાવેલા રૂપિયા પાકતી મુદ્દત પહેલા ઉઠાવી લઇને પોતાના ખાતામાં લઇ લીધા

  • કરોડો રૂપિયાનો ગોટાળો કર્યાના મહિનાઓ બાદ બેંકની આંખ ઉઘડી, હવે પોલીસ ફરિયાદ દાખલ


મોરબી : વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે ફ્રોડ કરવામાં આવે છે, ત્યારે જો વાત કરીએ મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્કની તો બેંકના કર્મચારી દ્વારા ખાતેદારો અને બેંકની સાથે ફ્રોડ આચર્યું છે. બેંકના ખાતેદારોની જાણ બહાર તેની એફડી (ફિક્સ ડિપોઝિટ) ની રકમનો ઉપડીને પોતાના સબંધીના ખાતામાં તે રકમ જમા કરવી હતી. કુલ મળીને૧.૯૩ કરોડની ઠગાઇ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: અઢી વર્ષની બાળકી સાથે નહી કરવાનું કરનાર આરોપીને કોર્ટેમાં દોષીત, કાલે થશે કડકમાં કડક સજા


રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબીમાં બ્રાન્ચના કર્મચારી દ્વારા ખાતેદારોની જાણ બહાર તેઓની એફડીની રકમમાં ગોટાળા કરીને પોતાના અંગત સ્વાર્થ માટે તે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની બેંકના કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર મુળ સુરત પાંડેસરા જી.આઇ.ડી.સી રોડ આકાશ રોહાઉસ બ્લોકનં.૨૩૯ ના રહેવાસી ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) એ બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી તેમજ તપાસમાં જે લોકોના નામ સામે આવે તે તમામની સામે સાથે ૧.૯૩ કરોડની ઠગાઇ વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી છે.


કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે: ત્રણ પૂર્વ પ્રમુખોએ સમારોહમાંથી ચાલતી પકડી, 1 દિગ્ગજ નેતા સીધા ભાજપમાં જ જોડાયા


હાલમાં બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી પ્રકાશ નકુમ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો. રાજકોટ નાગરીક સહકારી બેન્કમા નોકરી દરમ્યાન આર્થિક લાભ લેવાના બદઈરાદે તેને જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરીને ખોટા ખાતામાં રકમ જમા કરાવી હતી. ઉપરાંત તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી. આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ (IMPS) ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી લીધા હતા.


VADODARA: યુવતી પર દુષ્કર્મ નહી, ઓએસિસ સંસ્થાના સંચાલકોને જેલના સળીયા પાછળ ધકેલાશે?


અત્રે ઉલેખનીય છે કે, ગત ઓગસ્ટ ૨૦૨૧ માહિનામાં બેન્કના બે કર્મચારીઓએ છેતરપિંડી કરી હોવાની બાબત બેંકના ધ્યાનમાં આવ્યું હતું. જેથી તે સમયે બેંકમાંથી તાત્કાલિક ધોરણે પ્રકાશ નકુમ સહિત બે કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બેંકના ઓડિટ વિભગા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એવી માહિતી સામે આવી છે કે, આ શખ્સ દ્વારા બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી છે. હાલમાં પોલીસે મેનેજરની ફરિયાદ લઈને આરોપીની સામે આઇ.પી.સી.કલમ-૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube