સ્માર્ટસિટી અમદાવાદમાં પીવાનું દુષિત પાણી બન્યું મોટી સમસ્યા, જાણો વિવિધ વિસ્તારોમાં કેવો ફેલાયો છે રોગચાળો?
શહેરમાં ઠેર ઠેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતું ખોદકામ દુષિત પાણી માટે સીધું જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પાણીની-ડ્રેનેજની લાઈનમાં ભંગાણ, લીકેજ તેમજ વિકાસકાર્યોનાં ખોદકામ દરમ્યાન ભંગાણ હવાથી પાણી દુષિત થાય છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં દુષિત પાણીની સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે, ખાસ કરીને દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણીની સમસ્યાઓ અમદાવાદ શહેરમાં સતત વધી રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યાની ફરિયાદો ઉઠી હતી. સ્માર્ટસિટી અમદાવાદમાં પીવાનું દુષિત પાણી મોટી સમસ્યા બન્યું છે. વિવિધ વિસ્તારોમાં દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.
શહેરમાં ઠેર ઠેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતું ખોદકામ દુષિત પાણી માટે સીધું જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પાણીની-ડ્રેનેજની લાઈનમાં ભંગાણ, લીકેજ તેમજ વિકાસકાર્યોનાં ખોદકામ દરમ્યાન ભંગાણ હવાથી પાણી દુષિત થાય છે. નવી લાઈન નાંખતા સમયની બેદરકારી, નજીકની લાઈન તૂટી જતા પાણી મિક્સ થવાથી પણ સમસ્યા સર્જાય છે. પોતાની રોજિંદી વિઝીટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર પણ આ બાબતે અધિકારીઓને ખખડાવી ચુક્યા છે.
પાછી ઠેલાશે ધો.9થી 12ની પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડને કેમ લેવો પડ્યો મોટો નિર્ણય?
વોટર સપ્લાય કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, પાણી દુષિત થવાના મુદ્દે વોટર સપ્લાય કમિટીમાં મહત્વની રજુઆત અને ચર્ચા થઇ છે. આ બાબતને ગંભીરતાથી લઈને તમામ બાબતોનું ધ્યાન રાખવા ઈજનેર વિભાગને સૂચના આપી છે.
ડિસેમ્બર 2022 દરમ્યાન નોંધાયા સેંકડો કેસ
- ઝાડા ઉલ્ટી 369
- કમળો 316
- ટાઇફોઇડ 365
આ ભેંસના નામે છે સૌથી વધુ દૂધ આપવાનો રેકોર્ડ, સરકારમાંથી પણ મળી ચૂક્યા છે એવોર્ડ
વર્ષ 2022 દરમ્યાન કમળો, ઝાડા ઉલ્ટી અને ટાઈફોઈડના હજારો કેસ AMC ચોપડે નોંધાયા
- ઝાડાઊલટી 6604
- કમળો 2508
- ટાઇફોઇડ 3138
- કોલેરા 34
ગુજરાતમાં ફરી ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?
વર્ષ 2021 માં નોંધાયેલા કેસ કરતા મોટો વધારો નોંધાયો
- ઝાડાઊલટી 3610
- કમળો 1439
- ટાઇફોઇડ 2116
- કોલેરા 64