મૌલિક ધામેચા, અમદાવાદ: દર્દીને કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ...? તે નક્કી કરતી બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ અત્યારે 24 કલાક ધમધમે છે. રોજના 700થી 800 ટેસ્ટ કરતી આ લેબે અત્યાર સુધીમાં 21,000 ટેસ્ટ કર્યા છે આ સ્વયં એક રેકોર્ડ છે. કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. તેનો મક્કમ રીતે પડકાર ઝીલવા માટે રાજ્ય પ્રશાસન હકારાત્મક અને ખૂબ સંવેદનાથી કામ કરે છે. પરંતુ નાગરિકોના ટેસ્ટ પોઝીટીવ છે કે નહીં તે પ્રક્રિયા બી.જે મેડીકલ કોલેજ સંકુલમાં આવેલી માઈક્રો લેબ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ 19ની સારવારની નવી ગાઈડલાઈન, હવે લક્ષણો વગરના કે સામાન્ય લક્ષણવાળા દર્દીને 10 દિવસ બાદ રજા


અહીં રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ રહે છે. લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, અગાઉ આ લેબમાં પ્રતિદિન 150 - 200 જેટલા કેસ થતા હતા, પરંતુ કોરોનાનું સંક્રમણ વધવાના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમને એવી તાકીદ કરી કે આ ટેસ્ટની દૈનિક મર્યાદા વધારો. એટલે અમે આ મર્યાદા 200 થી વધારીને 500 કરી અને આજે અમે પ્રતિદિન 700 જેટલા ટેસ્ટ કરીએ છીએ.' આ સાથે ગુજરાત રાજ્યમાં 19 સરકારના તાબા હેઠળની અને 6 પ્રાઇવેટ લેબોરેટરીમાં થઇને રોજના 5000 થી વધુ ટેસ્ટ થાય છે.


Corona સામેની જંગમાં 92 વર્ષના સુમનદાદા બન્યા સુપરહીરો, 'લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના'


ઉલ્લેખનીય છે કે આ લેબમાં ફેકલ્ટીથી માંડીને વર્ગ-4ના સેવકો સુધી સૌનો રોલ મહત્વનો  છે, ત્યારે 24 કલાક 80 થી વધુ  લોકો સતત આ કામગીરીમાં પ્રવૃત્ત રહે છે. 'સામાન્ય રીતે કોરોનાનું સંક્રમણ વધુ નથી એવી જગ્યાએ Pooled test  પણ કરી શકાય  છે. આ પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે 10 લોકોમાંથી સેમ્પલનું એક સરખું માપ લઈને દરેકમાંથી ચોક્કસ કિસ્સો ભેગો કરી અને તેનો ટેસ્ટ કરાય છે અને તેને આધારે કોરોના પોઝીટીવ છે કે  નેગેટિવ તે નક્કી કરાય છે અને દુનીયાના ઘણા દેશોમાં આ રીત અમલ માં છે. 


અમદાવાદ: લોકડાઉનમાં મ્યુ.કમિશનર દ્વારા લેવાતા નિર્ણયોને ગુજરાત HCમાં પડકારવામાં આવ્યાં


પરંતુ અમદાવાદ જેવા hotspot વિસ્તારમાં આ પ્રક્રિયામાં નથી એટલે અહીં તો પ્રત્યેક વ્યક્તિનો  અલગ ટેસ્ટ કરવામાં આવે છે. RT PCR એટલે કે ( Reverse Transcriptase  Polymerase Chain Reaction) તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં એક સાયકલનું 6:30 કલાકે રીડિંગ આવે છે. એવી કુલ 10 સાયકલ લેવાય છે અને તેને પગલે રોજના 700 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું. આ ટેસ્ટ કરવામાં પણ અત્યંત સાવચેતી તકેદારી રાખવામાં આવે છે. વોર્ડમાંથી  લેવામાં આવેલા સેમ્પલ વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયામાં મૂકી કોલ્ડ ચેઈન મારફતે લેબમાં લાવવામાં આવે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube