Loksabha Election 2024: વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડ ડાંગ બેઠક ઉપર ધવલ પટેલના વિરોધમાં બેનરો લાગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર શુ છે જાતિગત સમીકરણ? જાણો કઈ બેઠક પર કોનું છે પ્રભુત્વ


વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્રારા ધવલ પટેલનું નામ જાહેર કરતા ની સાથે જ ધવલ પટેલનો વિરોધ સોસિયલ મીડિયામાં શરૂ થઈ ગયો હતો સોસિયલ મીડિયામાં એક બાદ એક 6 જેટલા લેટર બૉમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધવલ પટેલના વિરોધમાં ધરમપુર વિધાનસભાના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.


'અહંકાર રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો', ગુજરાતના કયા કોંગી નેતાએ PM પર કર્યા પ્રહારો?


ધવલ પટેલને બદલવાની માંગ સાથે EVMમાં જવાબ આપવામાં આવશે, એવા મેસેજ સાથે ધવલ પટેલના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે વલસાડ બેઠક ઉપર ધવલ પટેલનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો.


છેલ્લાં 6 વર્ષમાં 9 લાખથી વધુનો આપઘાત; ગુજરાતમાં પણ આંકડો વધ્યો, શું આ છે અમૃતકાળ?