Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર શું છે જાતિગત સમીકરણ? જાણો કઈ બેઠક પર કોનું છે પ્રભુત્વ
Loksabha Election 2024: ગુજરાતના રાજકરણમાં જ્ઞાતિનું ફૅક્ટર કાયમ મહત્ત્વનું રહે છે અને આ વખતની ચૂંટણીમાં પણ તે રહેશે. ભાજપ હોય કે કૉંગ્રેસ પક્ષ મતદારો અને તેમની જ્ઞાતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેતા હોય છે. ત્યારે તમામ 26 બેઠક પર શું છે જાતિગત સમીકરણ તેના વિશે જાણીએ.
Trending Photos
Loksabha Election 2024: ગુજરાતની 26 લોકસભા બેઠક પર સાતમી મેના રોજ મતદાન થશે. આ સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ સાત લોકસભા બેઠકોમાં હજી સુધી કૉંગ્રેસનો પેચ ફસાયેલો છે. કૉંગ્રેસે પણ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 19 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિના સહિતનાં અન્ય સમીકરણો પણ કામ કરતાં હોય છે. વિશ્લેષકો કહે છે કે ગુજરાતના રાજકરણમાં જ્ઞાતિનું ફૅક્ટર કાયમ મહત્ત્વનું રહે છે અને આ વખતની ચૂંટણીમાં પણ તે રહેશે. ભાજપ હોય કે કૉંગ્રેસ પક્ષ મતદારો અને તેમની જ્ઞાતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેતા હોય છે. ત્યારે તમામ 26 બેઠક પર શું છે જાતિગત સમીકરણ તેના વિશે જાણીએ.
સૌરાષ્ટ્રની બેઠકોમાં જ્ઞાતિ એક મહત્ત્વનું પરિબળ રહ્યું છે. રાજકોટ, મહેસાણા, અમરેલી અને જૂનાગઢ લોકસભા બેઠકો ઉપર પાટીદાર મતોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકો ઉપર પાટીદાર ફૅક્ટર કામ કરતું હોય છે, જે એક ઓપન સિક્રેટ છે. સુરેન્દ્રનગર બેઠકમાં કોળી મતદારો હાર-જીત નક્કી કરી શકે છે. આ બેઠકમાં કોળી પટેલના પાંચ લાખ કરતા વધુ મત છે. નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં કોળી પટેલ અને આદિવાસી સમાજના મતો નિર્ણાયક છે.
કુલ 26 બેઠક પર જાતિગત સમીકરણ
બેઠક જાતિગત સમીકરણ
સુરેન્દ્રનગર કોળી, ઠાકોર
ભાવનગર કોળી
અમરેલી લેઉઆ પટેલ
રાજકોટ કડવા પટેલ
પોરબંદર લેઉઆ પટેલ
જામનગર આહીર
જૂનાગઢ કોળી
કચ્છ દલિત (અનામત)
પાટણ ઠાકોર
મહેસાણા કડવા પાટીદાર
સાબરકાંઠા ઠાકોર, ઓબીસી
બનાસકાંઠા ચૌધરી
ખેડા ઓબીસી, ક્ષત્રિય
આણંદ પટેલ
વડોદરા સવર્ણ, બ્રાહ્મણ
છોટા ઉદેપુર એસ ટી (અનામત)
પંચમહાલ જનરલ
દાહોદ આદિવાસી
ભરૂચ આદિવાસી
બારડોલી એસ ટી (અનામત)
સુરત મૂળ સુરતી
નવસારી
વલસાડ આદિવાસી
અમદાવાદ પશ્ચિમ એસ સી (અનામત)
અમદાવાદ પૂર્વ સવર્ણ
ગાંધીનગર જનરલ બેઠક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે