મહેસાણા : હાલમાં મહેસાણાના ખેરાલુ ખાતે કોન્ટ્રાક્ટર પ્રભુદાસ રાઠોડે આત્મવિલોપનની ચીમકી આપવાનો કિસ્સો વિવાદનો મુદ્દો બન્યો છે.  હકીકતમાં પ્રભુદાસ રાઠોડને ખેરાલુ નગરપાલિકામાંથી કામના 78 લાખ રૂ. લેવાના બાકી છે. તેમનો આરોપ છે કે પેટા કોન્ટ્રાકટમાં કામ કર્યા પછી તેમને નાણાં નથી આપવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંજોગોમાં પૈસા વસુલ કરવા માટે તેમણે કલેક્ટર અને મામલતદાર કચેરીમાં આત્મવિલોપનની ધમકી આપી છે. જિલ્લા વહીવટી તંત્રએ થોડા સમય પહેલાં પાટણમાં થયેલી આત્મવિલોપન જેવી દુર્ઘટના ન થાય એ માટે ધમકીના પગલે પોલીસ તંત્રને એલર્ટ કરી દીધું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


થોડા સમય પહેલાં પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની ઘટાજમીન માટેની માંગણી અંગેની વારંવારની રજુઆતો સંબંધમાં કોઇ પ્રતિભાવ ન મળતા ભાનુભાઇ જે. વણકરે 15 ફેબ્રુઆરી, 2018ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કર્યં હતું અને ભાનુભાઇ વણકર ગંભીર રીતે દાઝી જતેઓને એપોલો હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ભાનુભાઇ વણકરનું 16 ફેબ્રુઆરી, 2018ના દિવસે નિધન થયું હતું. તેમના આ નિધનને પગલે લોકોએ તંત્ર પ્રત્યે બેદરકારી દાખવવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.