રાજકોટ: રાજકોટમાં આજે સોમાની વાર્ષિક સાધારણ સભા યોજાઇ છે. જેમાં કેન્દ્રિય કૃષિમંત્રી રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, આ વર્ષે મગફળીનું કેટલું ઉત્પાદન થશે ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે, મને ખબર નથી અને ઉલ્ટાનો પત્રકારોને સવાલ કર્યો હતો કે, તમારે મને કહેવું જોઇએ કેટલું ઉત્પાદન આવે છે, તમે કહો કેટલું ઉત્પાદન આવવાનું છે. આવા સવાલો કરવા હોય તો તમને બધાને નમસ્કાર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાનું સોમાની સામાન્ય સભામાં વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી પત્રકમાં ખેડૂતો પાક લખવતા ન હોવાથી સાચો અંદાજ મળતો નથી. અને ઇન્સ્યોરન્સ ઉતાર્યો હોય તો જ પાણી પત્રકમાં લખાઈ તેવી રાજ્ય સરકારને રજુઆત કરાશે તથા પણ ખેડૂતો ઇન્સ્યોરન્સમાં પણ ખોટું ઉત્પાદન દર્શાવે છે.


વધુ વાંચો,,,હાર્દિક પટેલે સોશિયલ મિડિયાના માધ્યમથી કર્યો બાંભણીયા પર આડકતરો પ્રહાર


ભાવાંતર યોજના શરૂ નહિં થાય તો યાર્ડમાં હડતાલ કરવામાં આવશે
અછતગ્રસ્ત વિસ્તારો અંગે સવાલ કરતા રૂપાલાએ જવાબ આપવાને બદલે સામો સવાલ કરતા કહ્યું હતું કે, આ જુઓ કેવા સવાલો કરે છે. આ વર્ષે ભાવાંતર યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં તેનું અમલીકરણ હાલ કરવામાં આવશે નહીં. ત્રણ રાજ્યમાં ભાજપની જીત થાય છે. ત્રણેય રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાશે અને ભાજપની જીત નિશ્ચિત છે. રાજકોટ માર્કેટ યાર્ડના કમિશનર એજન્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, ભાવાંતર યોજના શરૂ નહીં થાય તો યાર્ડમાં હડતાળ પાડવામાં આવશે, 1 નવેમ્બરથી યાર્ડ બંધ રાખવામાં આવશે.