ગૌરવ પટેલ/અમદાવાદ: લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક લડાઈ શરૂ થઈ ગઈ છે અને તેના કારણે 2024ની ચૂંટણીમાં હાથ ધોવાનો વારો આવી શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પણ લાંબા સમય બાદ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને હટાવી ગુજરાત પ્રદેશ કોગ્રેસની કમાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે અને અગાઉ તેઓ ગુજરાતની ચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકામાં રહી ચૂક્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલના પદગ્રહણ સમારોહ પૂર્વે કોંગ્રેસમાં આંતરિંક વિવાદ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીને લઈ ભાજપમાં ભરતી મેળો શરૂ! કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા BJPમા જોડાશે


ગુજરાતમાં કોંગ્રેસના કપરા ચઢાણ જોવા મળી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલના પદગ્રહણ સમારોહ પૂર્વે કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈ ખુલીને સામે આવી છે. એક જ દિવસે પ્રદેશના બે સિનિયર નેતાઓના કાર્યક્રમથી જૂથવાદ વકરવાની સ્થિતિ પ્રવર્તી છે. પદગ્રહણ સમારોહના દિવસે જ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ધ્વજારોહાણ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ખરેખર જ્યારે શક્તિસિંહ ગોહિલના પદગ્રહણ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસના તમામ મોટા ગજાના નેતાઓએ સાથે રહેવું જોઈએ પરંતુ અહીં ઉંધું જોવા મળી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહનો કાર્યક્રમ નક્કી થયા બાદ ભરતસિંહ સોલંકીના સોમનાથ ધ્વજારોહણની પત્રિકા સામે આવી છે.


મહિલા સાથે શરીરસુખ માણવાની લાયમાં હવસખોર પાડોશીએ હટાવી તમામ હદ! એક બ્લેડના કારણે કેસ


18 જૂન રવિવારે 11 કલાકે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખનો પદગ્રહણ કરશે, આ કાર્યક્રમ નક્કી હોવા છતાં 18 જૂન સાંજે 4 કલાકે સોમનાથમાં ભરતસિંહ સોલંકીનો ધ્વજારોહણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ શું સૂચવે છે? પ્રદેશ નેતાગીરીને શક્તિસિંહ ગોહિલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા PCCથી સૂચના આપવામાં આવી છે, તેમ છતાં બીજી તરફ ભરતસિંહ સોલંકીએ પણ પ્રદેશના અનેક નેતાઓને પોતાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. હવે કોંગ્રેસના તમામ નેતાઓ મૂંઝવણમાં મૂકાયા છે કે શક્તિસિંહ કે ભરતસિંહ બન્નેમાંથી કોના કાર્યક્રમમાં જવું.


અકબરની ઐય્યાશીનો કિસ્સો જે અત્યાર સુધી સંતાડવામાં આવ્યો,સામે આવ્યું મુગલ હરમનું સત્ય


2024ની ચૂંટણીમાં કોંગ્રેસે શું કરવું જોઈએ એ જાણવા માટે એક્શનમાં આવી જઈને એક્શન મોડમાં આવી ગઈ છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં પોતાનું અસ્થિત્વ ટકાવી રાખવા માટે આકરા નિર્ણયો લેવાની શરૂ કરી દીધું છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ખુદ ચૂંટણી ન જીતનારાં કોંગ્રેસના સિનિયર નેતાઓની હવે વિદાય લગભગ નક્કી મનાઈ રહી છે. હાઇકમાન્ડે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતાં અને માત્ર હોદા ભોગવી પક્ષની ઘોર ખોદનારાં સિનિયર નેતાઓને ઘર ભેગા કરી યુવાઓના હાથમાં ગુજરાત કોંગ્રેસનું સુકાન આપવા મન બનાવ્યુ છે.


તમને જણાવી દઈએ કે, શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી.


ગુજરાતમાં બિપરજોય ત્રાટક્યું ત્યારે દ્વારકા મંદિરમાં શું ચાલતુ હતું, જાણીને ગર્વ થશે


ઉલ્લેખનિય છે કે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. નોંધનીય છે કે ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યાં હતાં.