મહિલા સાથે શરીરસુખ માણવાની લાયમાં હવસખોર પાડોશીએ હટાવી તમામ હદ! એક બ્લેડના કારણે કેસ ઉકેલાયો
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓ સમાજમાં લાલબત્તી સમાન છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગત 14 જૂનના રોજ વાપીના રમઝાન વાડી વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.
Trending Photos
નિલેશ જોશી/વાપી: આપણા સમાજમાં પાડોશી જ પહેલો સગો માનવામાં આવે છે. જોકે પાડોશી સારો અને સમજુ હોય તો જીવન શાંતિથી પસાર થતું હોય છે. પરંતુ ક્યારેક એવા હેવાન પાડોશી પણ મળી જતા હોય છે જેના કારણે પરિવાર ખેદાન મેદાન થઈ જાય છે. આવું કંઈક બન્યું છે. રાજ્યના છેવાડે વલસાડ જિલ્લાના વાપીમાં જ્યાં એક હવસખોર પાડોશી એ એક મહિલા સાથે સંબંધ બાંધવાની લાયમાં તમામ માનવતા વટાવતા મહિલાની હત્યા કરી નાખી છે. ત્યારે કોણ છે આ હવસખોર પાડોશી?
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓ સમાજમાં લાલબત્તી સમાન છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગત 14 જૂનના રોજ વાપીના રમઝાન વાડી વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. ગુરૂકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે રૂમ નં.117માં રહેતી લક્ષ્મીબેન અર્જુન સીંગ બુધવારે સવારે ઘરમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી. મૂળ નેપાળનું સીંગ પરિવાર રોજગારી અર્થે વાપીમાં સ્થાઈ થયેલ હતું .
લક્ષ્મીની ગળું દાબી હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપ સિંહ ઝાલાએ તાત્કાલિક એસ.ઓ.જી અને એલ.સી.બી અને ડુંગરા પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપવા ચક્રિગતિમાન કર્યા હતા. અંતે વાપી પોલીસે લક્ષ્મીની હત્યામાં મોહમ્મદ સમીમ નામના ઈસમની ધરપકડ કરી લીધી છે. મોહમંદ સમીમ લક્ષ્મીના ફ્લેટની ઉપરના ફ્લેટમાં જ રહેતો હતો.
આરોપી સમીમ વાપીના બલીઠા ખાતે ગારમેન્ટ કંપનીમાં પ્રિન્ટનું કામ કરતો હતો. તે મંગળવારે મોડી રાત્રે મૃતક લક્ષ્મીબેનના ઘરે પહોંચ્યો હતો અને અઘટીત માંગણી કરતા મહિલાએ આનાકાની કરી સામનો કરતા આરોપીએ ગુસ્સામાં મહિલાનું ગળું દબાવી મોત નિપજાવ્યા બાદ સવારે રાબેતા મુજબ પોતાની કંપનીમાં નોકરીએ નીકળી ગયો હતો. આરોપીને પકડી પાડી સઘન પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક અને સમીમ ના અગાઉ સંબંધો પણ હતા. આરોપી પરિણીત છે અને તેની પત્ની વતન બિહારમાં જ રહે છે.
કોઈ પણ ગુન્હામાં જયારે એક જ આરોપી હોય ત્યારે પોલીસ માટે ઝડપાયેલ આરોપી પાસે ગુન્હો કબૂલવા ખુબ મહેનત કરવી પડે છે. આરોપી સમીમ પણ પોતે નિર્દોષ છે તેવું જ રટણ કરતો હતો. જોકે એક બ્લેડના કારણે હત્યાનું કોકડું ઉકેલાઈ ગયું છે. પોલીસને નેપાળી મહિલાની લાશ પાસેથી એક બ્લેડ મળી આવ્યો હતો. તેના આધારે આરોપીના ઘરમાં તલાશી લેતા બ્લેડ વગરનો રેઝર મળ્યો હતો. આ બ્લેડ એ જ રેઝરનો હોય પોલીસને ગોળ ગોળ ફેરવતા આરોપીએ અંતે ગુનાની કબૂલાત કરી લીધી હતી.
મૃતક લક્ષ્મીનો પતિ અર્જુન સીંગ સેલવાસની હોટલમાં કુક તરીકે નોકરી કરતો હોય અઠવાડિયામાં એક વાર ઘરે આવતો હતો. આરોપી સમીમ આ વાત સારી રીતે જાણતો હતો. બિલ્ડીંગમાં મધરાત બાદ નીરવ શાંતિ હોય છે. જેના કારણે આરોપી સમીમ ની દાનત અર્જુનની પત્ની પર બગડી હતી. પરિવારને ઘરે છોડી બહાર નોકરી કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. હાલ તો આરોપી ઝડપાઇ ગયો છે અને ડુંગરા પોલીસે આરોપીના રિમાન્ડ લઇ આરોપીના ભૂતકાળની તાપસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે