ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત ભરતી પ્રક્રિયાને લઈને વિવાદમાં આવી છે. મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં લાગતા વળગતાની ભરતી કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોટાભાગની બેઠકો પર માત્ર એક-એક જ ઉમેદવાર બોલાવી તેનું સિલેક્ટ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. જોકે લખનૌની ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના હેડ હરિશંકર સિંઘે પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, મેરીટ આધારે પસંદગી કરીશ તેવું કહેતા તેમને ભરતી પ્રક્રિયામાં બોલાવવામાં જ ન આવ્યા. જે શંકા ઉપજાવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા પૂર બાદ વેપારીઓ માટે રાહત પેકેજ જાહેર; કોને કેટલો મળશે લાભ, આ રીતે કરો અરજી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી હોઈ કે કરાર આધારિત અધ્યાપકો ભરતી હોઈ. દરેક ભરતીમાં વિવાદો થતા આવ્યા છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 6 ભવનોમાં પ્રોફેસર અને આસી.પ્રોફેસરોની ભરતી કરવાનું નક્કી કર્યું. જોકે ત્રણ ભવનની ભરતી પ્રક્રિયા ટેક્નિકલ કારણોસર અટકાવી દેવામાં આવી. જ્યારે મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા. ગઈકાલે મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનના ઇન્ટરવ્યૂમાં સ્કૃટીની કરી માત્ર એક - એક જ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા. 


'ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, વર્લ્ડ ટેરર કપ શરૂ થશે', અ'વાદીઓના મોબાઈલ પર આતંકી ધમકી


જોકે આ ભરતી પ્રક્રિયા ગુપ્તરાહે પૂર્ણ કરી દેવામાં આવી. 2019માં જાહેર કરવામાં આવેલી ભરતી હવે 2023માં કરતા વિવાદ શરૂ થયો છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોંગ્રેસ નેતા નિદત બારોટના બહેન શ્રદ્ધા બારોટનું ઈન્ટરવ્યુ લઈ પસંદગી કરવામાં આવી. જોકે શ્રદ્ધા બારોટ અનુભવમાં ગેર લાયક છે તેવું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ ભરત રામનુજે લેખિતમાં આપ્યું છે. એટલું જ નહીં રી-સ્ક્રુટીની સમયે પણ ડો. કમલ મહેતા અને શૈલેષ પરમારે ગેર લાયક હોવાનું કહ્યું હતું. પરંતુ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય ડો.ધરમ કાંબલીયા અને ડો. હરદેવસિંહ જાડેજાએ પસંદગી પ્રક્રિયામાં સહમતી દર્શાવી હતી. 


OMG! ગુજરાતી બિલ્ડરના શરીરની એકદમ ઊલટી રચના; મળો એવા અજાયબી વ્યક્તિ કાર્તિક ચગને...


જોકે પાછળ થી ડો. સંજય ભાયાણી હાજર ન હોવા છતાં કુલપતિ ચેમ્બરમાં જઈને સહી કરી સહમતી દર્શાવી હતી. જેને કારણે શ્રદ્ધા બરોટની પસંદગી કરવામાં આવી. જોકે આ ભરતી પ્રક્રિયા હવે વિવાદમાં આવતા એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો. ભરત રામનુજે પસંદગી પ્રક્રિયામાં પણ ગેર લાયકમે લાયક ઠેરવવાની ના પાડી લેખિતમાં યુનિવર્સિટીને જાણ કરી છે. 


એલર્ટ..એલર્ટ..એલર્ટ..! ગુજરાતમાં આગામી 5 દિવસની ખતરનાક આગાહી, બારે મેઘ થશે ખાંગા!


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે લખનૌની ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેંકલ્ટીના હેડ ડો. હરીશંકર સિંઘે સવાલો ઉઠાવ્યા છે. તેમને ટેલિફોનિક ભરતી પ્રક્રિયામાં આવવા જાણ કરવામાં આવી હતી પરંતુ કુલપતિ અને બોર્ડ જેની પસંદગી કરવાનું કહે તેની પસંદગીમાં સહમત થવા જણાવ્યું હતું. જોકે ડો. હરી શંકર સિંઘે મેરીટ આધારે જ પસંદગી કરીશ તેવો જવાબ આપતા તેને ભરતી પ્રક્રિયામાં સામેલ જ કરવામાં આવ્યા નહિ. 


ગુજરાતના નાળિયેર પકવતા ખેડૂતોને બખ્ખાં! મળી રહી છે 75 ટકા સહાય, કેવી રીતે કરશો અરજી?


તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. એચ. પી. રૂપારેલીયાએ સ્વીકાર્યું હતું કે, 2017માં આ ભરતી બહાર પાડવામાં આવી હતી. જોકે સરકારે EWS અનામત આપવાની જાહેરાત કરતા 2019માં ફરી આ જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 2019 પછી કોરોના મહામારી અને વિધાનસભાની ચૂંટણીને કારણે ભરતી પ્રક્રિયા કરી શક્યા નહોતા. જોકે હવે તે પ્રક્રિયા કરવામાં આવી છે. જેના માટે આ વખતે રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાંથી કમિટીના સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં કોઈ વિવાદ થયો હોય તેવું સામે આવ્યું નથી. 


કઇ હદે ગુજરાતમાં પહોંચી અંધશ્રદ્ધા! ભુવા પાસે ગયેલી યુવતી સાથે જે થયું તે જાણી હચમચી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો તે કોઇ નવી વાત નથી. પરંતુ નિયમોનું પાલન કરવામાં આવતું નથી તે પણ વાસ્તવિકતા છે. પારદર્શકતાની વાતો કરતા યુનિવર્સિટીના સત્તાધીશોએ જે નિર્ણયો કર્યા તે ભૂલી ગયા છે કે ગુજરાતમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ભરતી પ્રક્રિયા માટે સરકારની મંજૂરી લેવાની રહેતી હોય છે. જેની કમિટીમાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો જરૂરી છે પરંતુ આ ભરતી પ્રક્રિયામાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યોની ગેરહાજરીમાં માત્ર કોંગ્રેસના સભ્યોને સાથે રાખીને કુલપતિએ ઈન્ટરવ્યુ પૂર્ણ કરી પસંદગી કરી દીધી. ત્યારે શું સરકાર આ ભરતી પ્રક્રિયા રોકે છે કે નહીં તે જોવું રહ્યું.