OMG! ગુજરાતી બિલ્ડરના શરીરની એકદમ ઊલટી રચના; કિડની, લીવર અને ફેફસાં બધું જ ગોઠવાયું છે વિપરીત દિશામાં!
આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હૃદય છે. નવસારીના અમલસાડના 46 વર્ષીય બિલ્ડર કાર્તિકભાઈ ચગનો હાર્ટ અંગેનો અજીબ કિસ્સો જોવા મળી રહ્યો છે. બિલ્ડર કાર્તિકભાઈ ચગના શરીરની રચના એકદમ ઉલટી છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: દિલ લેફ્ટ મેં હોતા હૈ, પર હંમેશા રાઈટ હોતા હૈ...પણ આ ભાઈનું આખે આખું દિલ એટલે કે હ્રદય રાઈટમાં છે. નવસારીના અમલસાડ ગામના કાર્તિક ચગ 10 હજારમાં એક છે. કારણ એમનું હૃદય જમણી બાજુએ ધડકે છે. જેની સાથે જ એમના શરીરના અન્ય અંગો પણ વિપરીત દિશામાં હોવાથી કાર્તિક એક અજાયબી જીવન જીવી રહ્યા છે.
આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હૃદય છે. નવસારીના અમલસાડના 46 વર્ષીય બિલ્ડર કાર્તિકભાઈ ચગનો હાર્ટ અંગેનો અજીબ કિસ્સો જોવા મળી રહ્યો છે. બિલ્ડર કાર્તિકભાઈ ચગના શરીરની રચના એકદમ ઉલટી છે. તેમનું હૃદય જમણી બાજુ અને લીવર ડાબી બાજુ છે, આમ છતાં તે છેલ્લા 46 વર્ષથી તંદુરસ્ત જીવન જીવે છે અને અન્ય લોકોને પણ તંદુરસ્તી સાથે જીવન જીવવાની પ્રેરણાં આપી રહ્યાં છે. કાર્તિક ચગ હંમેશા મેડિકલ રિપોર્ટ પોતાની સાથે રાખે છે. ભવિષ્યમાં કાર્તિક ચુગ પોતાના અલગ પ્રકારના શરીરને મેડિકલ ફિલ્ડમાં રિસર્ચ માટે આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે.
તબીબોના મતે આવા વ્યક્તિઓ સામાન્ય જીવન જીવી શકે છે. શરીરના ઓર્ગોન આડા-અવળા જન્મથી જ હોય એવા વ્યક્તિને કોઈ ચિંતાનો વિષય નથી. આખા શરીરની રચના ઉલટી ધરાવનાર વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની સંભાવના ઓછી હોય છે. જો કે, બોડી ચેકએપ જરૂરી હોય છે.
નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામના વતની અને વ્યવસાયે બિલ્ડર 46 વર્ષીય કાર્તિક નાનાલાલ ચગ (ઠક્કર) પોતાની શારીરિક રચનાને કારણે અજાયબી ભર્યા છે. 1977 માં મધ્યપ્રદેશના સેંધવા ગામે જન્મેલા કાર્તિક ચગનું હૃદય ડાબે નહીં, પણ જમણી બાજુ ધડકે છે. જેની સાથે જ એમનું લીવર જમણી નહીં પણ ડાબી બાજુ છે. કિડની અને ફેફસાં પણ જે ડાબે હોવા જોઈએ એ જમણી બાજુ અને જે જમણી બાજુ હોય એ ડાબે છે. હ્રદય જમણે હોવાનું ખુદ કાર્તિકને ધોરણ 5 માં જાણ થઈ હતી.
પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પર્યાવરણ સમજાવતી વખતે બાળકોને હૃદયના ધબકારા તપાસવા કહ્યુ અને જો ડાબી બાજુ હૃદય ધબકતું ન હોય તો એ જીવી ન શકે. કાર્તિકને ડાબી બાજુ ધબકારા ન જણાતા, શિક્ષિકાએ તેમને ગાંડા કહ્યા. કાર્તિકે જ્યારે માતા વાસંતીબેનને પૂછ્યું ત્યારે કાર્તિકને તેમના શરીરની વિશેષતા જાણવા મળી હતી. જોકે દર બે વર્ષે કાર્તિક સંપૂર્ણ શરીરની આરોગ્ય તપાસ કરાવે છે અને તેમની મેડીકલ ફાઈલ સાથે જ રાખે છે. કારણ ક્યારેક કોઈ મેડીકલ ઇમરજન્સી કે અક્સ્માત સમયે એમને સારવારમાં સમસ્યા ન પડે. જોકે શરીર રચના અલગ હોવા છતાં કાર્તિક એક આરોગ્યપ્રદ જીવન જીવી રહ્યા છે.
આરોગ્ય વિજ્ઞાન અનુસાર આ એક કુદરતી ઘટના છે. બાળક જ્યારે ગર્ભમાં હોય, ત્યારે શરીરના અંગોની રચના સમયે જ થતા ફેરફારને કારણે અંગો પોતાની સામાન્ય દિશાને બદલે અલગ દિશામાં ગોઠવાય છે. જેને મેડીકલ ભાષામાં સાઇટસ ઇન્વર્સસ કહેવામાં આવે છે. શરીરમાં જમણે હૃદય હોય તેવા બાળકોને હૃદયમાં કાણું, વાલ્વ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યા હોય તો આરોગ્ય સારૂ રહેતું નથી. પરંતુ જો મોટી ઉંમર સુધી પહોંચે તો તેમનું જીવન સામાન્ય હોવાનું ફલિત થાય છે. ત્યારે કાર્તિક ચગને 46 વર્ષોમાં હ્રદય કે અન્ય અંગોમાં પણ કોઈ સમસ્યા જણાઈ નથી. કાર્તિકને કોરોના થયો હતો, પણ ત્યારબાદ પણ એમને હ્રદયને લાગતી કોઈ જ સમસ્યા નથી.
કુદરતી રીતે અલગ શરીર સંરચના લઇને જન્મેલા કાર્તિક ચગને શારીરિક કે આરોગ્યને લગતી કોઈ સમસ્યા નથી. ત્યારે કાર્તિક તેમના મૃત્યુ બાદ દેહદાન કરવાની ઇચ્છા રાખે છે. જેથી તેમના શરીરનો અભ્યાસ કરી આરોગ્ય જગત નવું સંશોધન સાથે જ નવું કંઈ શીખી શકે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે