ઝી મીડિયા બ્યૂરો: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) કોવિડ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. બે કોવિડ મહિલા દર્દીના (Corona Patient) મૃતદેહો અદલા-બદલી થઈ જતા ભારે હોબાળો મચ્યો હતો અને પરિવારજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) શબાના અને સુશીલાનું કોરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ હિન્દુ પરિવારને (Hindu Family) મુસ્લિમ મહિલાનો મૃતદેહ સોંપી દેવાયો હતો અને તેની અંતિમવિધિ (Cremation) સ્મશાનમાં કરી દેતાં ભારે વિવાદ સર્જાયો હતો. જો કે, ભાંગી પડેલા પુત્રએ હૈયાફાટ આક્રંદ કરતા કહ્યું કે મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો. આ મામલે સુરત પોલીસે (Surat Police) બે લોકો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) 10 દિવસ પહેલા એક મુસ્લિમ મહિલા (Muslim Women) કોરોના પોઝિટિવ આવતા એડમિટ કરવામાં આવી હતી. જો કે, 38 વર્ષીય મહિલા શબાના મહોમ્મદ અન્સારીનું કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) સારવાર દરમિયાન શનિવાર સાંજે મોત નીપજ્યું હતું. ત્યારે શાબાના અન્સારી સાથે અન્ય એક હિન્દુ મહિલા (Hindu Women) સુશીલાનું પણ કોરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને મહિલાના મોત વચ્ચે અડધો કલાકનો સમયફેર હતો. 


આ પણ વાંચો:- ‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો


સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દ્વારા બંને મહિલાના પરિવારોને તેમના મોત અંગેની જાણ કરવામાં આવી હતી. જેને લઇને શબાના અન્સારીના (Shabana Ansari) પરિવાર દ્વારા મૃતદેહ રવિવાર સવારે સ્વીકારવા જણાવ્યું હતું. જ્યારે સુશિલાના પરિવાર દ્વારા સાંજે જ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે સિવિલ હોસ્પિટલની બેદરકારીને (Negligence Of Surat Civil Hospital) કારણે સુશીલાના પરિવારને શબાનાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જે બાદ શબાનાના મૃતદેહના અશ્વની કુમાર ખાતે હિન્દુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર (Cremation) કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- Bharuch: પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, પોલીસે દરવાજો ખોલ્યો તો લોહીની નદી


જો કે, રવિવાર સવારે જ્યારે શાબાનાનો (Shabana Ansari) પુત્ર તેની માસી સાથે મૃતદેહ લેવા પહોંચ્યો તે સમયે શબાનાનો મૃતદેહ ત્યાંથી ગાયબ હતો. જેને લઇને પરિવારે સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) ભારે હોબાળો મચાવ્યો હતો અને અન્યને મૃતદેહ સોંપવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ પરિવારે હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. આ મામલે સુરત પોલીસને (Surat Police) જાણ થતાં તેઓ તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસની હાજરીમાં મડદાઘરમાં તપાસ કરતા સુશીલાનો મૃતદેહ ત્યાં મળી આવ્યો હતો.


આ પણ વાંચો:- સી.આર પાટીલના પુત્રના જન્મ દિવસની ઉજવણીના નામે જાહેરમાં તાયફો, તમામ નિયમોના ધજાગરા


જ્યારે શબાનાના મૃતદેહ ત્યા મળ્યો ન હતો અને પોલીસ તપાસમાં જણાવા મળ્યું હતું કે, શબાનાના મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ગયા છે. જો કે આ મામલે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ભૂલ સ્વીકારવામાં આવી અને એક કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા રિપોર્ટ કરાયા બાદ ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે. ત્યારે આ મામલે ખાન એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. જેને લઇ પોલીસ ખાન એજન્સી અને સિવિલ હોસ્પિટલના કર્મચારી સામે ગુનો દાખલ કર્યો છે.


આ પણ વાંચો:- ન બાળકીનો ફોટો હતો, ન અપહરણકારની માહિતી, તો પણ આ રીતે પોલીસે શોધી કાઢી


ઉલ્લેખનીય છે કે, મૃત્યુના થોડા સમય પહેલા જ શાબાનાએ પુત્ર અશન અને પુત્રી અલવીરા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. જેમાં શાબાનાએ પુત્રને જણાવ્યું હતું કે, મને અહીં ખુબજ તકલીફ છે મને બીજે શિફ્ટ કરી દો. ત્યારે શબાનાની પુત્રીએ વીડિયો કોલ પર કહ્યું હતું કે, અમ્મી, આપ હિંમત રખના. જો કે, આ પછી 4 કલાક બાદ સિવિલ હોસ્પિટલ દ્વારા શાબાનાના પુત્રને ફોન પર તેમની માતાના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા. જો કે, શબાનાનો પરિવાર મૃતદેહ જોવા માટે સતત આજીજી કરતો રહ્યો હતો. શબાનાના મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ગયા હોવાની જાણ થતા ભાંગી પડેલા પુત્રએ હૈયાફાટ આક્રંદ કરતા કહ્યું કે મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube