અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરબ્રીગેડ સબઓફીસરની જગ્યા માટે ચાલી રહેલી ભરતી પ્રક્રીયાને લઇ ફરી વિવાદ સર્જાયો છે. જે અંતર્ગત આવતીકાલે યોજાનારી લેખિત પરીક્ષાનો મ્યુનિસિપલ નોકર મંડળના પ્રમુખે વિરોધ કર્યો છે. સબઓફીસરની જગ્યા બઢતીની જગ્યાએ નવી ભરતી પ્રક્રીયાથી ભરવાના નિર્ણયનો તેમને વિરોધ કર્યો છે. જેને લઇને નોકર મંડળ પ્રમુખે એએમસી પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ધરણા શરૂ કર્યા છે. વિરોધ કાર્યક્રમને ધ્યાને રાખી એએમસી પ્રાંગણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરતના વેપારીઓએ બનાવી ‘સર્જીકલ સ્ટ્રાઇક’ થીમ પર સાડી, ફર્સ્ટ લુક જોઇ લોકોમાં વધી ડિમાન્ડ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયબ્રીગેડમાં સબઓફીસરની 10થી વધુ જગ્યા માટે ભરતી પ્રક્રીયા ચાલી રહી છે. જે અંતર્ગત આવતીકાલે લેખિત પરીક્ષા યોજાવાની છે. ત્યારે આ ભરતી પ્રક્રીયા શરૂ થઇ ત્યારથી ઉઠેલો વિવાદ હજીપણ યથાવત છે. આવતીકાલે યોજાનારી લેખિત પરીક્ષાનો મ્યુનિસિપલ નોકર મંડળના પ્રમુખે વિરોધ નોંધાવ્યો છે. તેમની સીધો આરોપ છે કે આ લેખિત પરીક્ષા અયોગ્ય રીતે અને ફાયરબ્રીગેડના જ કેટલાક અધિકારીઓના માનીતાઓને સમાવવા માટે યોજાઇ રહી છે.


વધુમાં વાંચો: ભુજમાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ


સબઓફીસરની જગ્યા માટે ધોરણ ચાર પાસની જે લાયકાત રાખવામાં આવી છે તેને પણ તેઓએ અયોગ્ય ગણાવી છે. સાથે જ સબઓફીસરની જગ્યા માટે નવી ભરતી પ્રક્રીયા કરવાના બદલે ખાતાકીય બઢતી આપીને આ જગ્યા ભરવાની તેમણે માંગ કરી છે. અને જો આ અંગે નિર્ણય નહી કરાય તો આગામી દિવસોમાં મ્યુનિસિપલ નોકર મંડળના અન્ય વિભાગો દ્વારા મોટુ આંદોલન શરૂ કરવાની ચિમકી તેમણે આપી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...