મિશન 2019: ગુજરાતના કોળી સમાજનું સંમેલન, CM રૂપાણી આપશે હાજરી

આગામી ચૂંટણીને લઇ ભાજપ સરકારનું મિશન 2019ને લઇ ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ભાજપ માટે ખુબ મહત્વુનું માનવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર: ચોટીલાના સાંગાણી ગામે અખિલ ભારતીય કોળી સમાજનું આજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આ મહાસંમેલન યોજશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપવાના છે.
વધુમાં વાંચો: ગુજરાતના આ સ્થળે સૃષ્ટિની શરૂઆતથી જ બિરાજમાન માતાજી, પાંડવોને આપ્યું હતું વરદાન
આગામી ચૂંટણીને લઇ ભાજપ સરકારનું મિશન 2019ને લઇ ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ભાજપ માટે ખુબ મહત્વુનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી અને 13 જિલ્લાના દોઢ લાખથી વધુ કોળી સમાજના લોકો આ મહાસંમેલનમાં હાજરી આપશે. પીએમ મોદી પણ આ મહાસંમેલનને વીડિયો કોન્ફેરેન્સથી સંબોધન કરશે. ધારાસભ્યો, સાસંદ અને હોદ્દેદારો પણ ત્યાં ઉપસ્થતિ રહેશે.