વડોદરાઃ પોલીસની બેવડી નીતિ, સ્થાનિકો પર કરે છે કાર્યવાહી, પોતે હેલ્મેટ વગર ફરે છે
આવા દ્રશ્યો જોઈને સામાન્ય લોકોને સવાલ થાય કે શું પોલીસ માટે કોઇ અલગ કાયદો છે.
વડોદરાઃ કહેવાય છે કે કાયદો બધા માટે સરખો હોય છે. પરંતુ વડોદરામાં બે અલગ-અલગ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં દેખાય છે કે પોલીસનું કામ કાયદાનું ભાન કરાવવાનું છે અને પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે. પરંતુ બીજા દ્રશ્યમાં પોલીસ જ કાયદાનો ભંગ કરતી દેખાઇ રહી છે. જે કોઇ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વિના સવારી કરતો હોય તો પોલીસ તેને ઉઠક બેઠક કરાવી રહી છે. તો બીજા જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તેમાં પોલીસ જ હેલ્મેટ વગર મુસાફરી કરી રહી છે. તો શું નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે. પોલીસને નિયમનું પાલન કરવું જરૂરી નથી.
આવા દ્રશ્યો જોઈને સામાન્ય લોકોને સવાલ થાય કે શું પોલીસ માટે કોઇ અલગ કાયદો છે. ટ્રાફિકના નિયમોનું પાલન માત્ર સામાન્ય લોકોએ જ કરવાનું છે. જો સ્થાનિકો કાયદાનો ભંગ કરે તો પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.