અહીં ગાયો પીવે છે 70 રૂ. લીટર પાણી! વાછરડાને પાવી દેવાય છે બધુ દૂધ, દેવની જેમ કરાય છે બીમાર ગાયોની સેવા

ગાયો દોહવાની પણ અહીં કોઈ પ્રથા નથી. અહીં ગાયોનું બધુ જ દૂધ તેના વાછરડાઓને જ પીવડાવી દેવામાં આવે છે. ધન્ય છે આ લોકોને...ધન્ય છે તેમના આ ભગીરથ કામને...બીમાર ગાયોની દેવની જેમ પૂજીને કરાય છે સેવા...

અહીં ગાયો પીવે છે 70 રૂ. લીટર પાણી! વાછરડાને પાવી દેવાય છે બધુ દૂધ, દેવની જેમ કરાય છે બીમાર ગાયોની સેવા

Animal Husbandry: આજકાલ મોંઘવારી વધી રહી છે. ત્યારે 20 રૂપિયા લીટર પાણી સામાન્ય માણસને મોંઘું પડે છે. એવામાં ગુજરાતમાં એક જગ્યા એવી છે જ્યાં ગાયોને 70 રૂપિયા લીટરના ભાવનું પાણી પીવડાવવામાં આવે છે. એટલું જ નહીં ગાયો દોહવાની પણ અહીં કોઈ પ્રથા નથી. અહીં ગાયોનું બધુ જ દૂધ તેના વાછરડાઓને જ પીવડાવી દેવામાં આવે છે. ધન્ય છે આ લોકોને...ધન્ય છે તેમના આ ભગીરથ કામને...

અહીં વાત થઈ રહી છે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલી એક સુંદર મજાની ગૌશાળાની. જ્યાં ગૌ માતાની ખરા અર્થમાં સેવા અને પૂજા કરવામાં આવે છે. અહીં ગાયોને માતા અને 33 કરોડ દેવી દેવતાઓનું પ્રતિક માનીને તેની પુરા દિલથી સેવા કરવામાં આવે છે. બીમાર ગાયોની અહીં એજ રીતે સાચા મનથી સારવાર પણ કરવામાં આવે છે. અહીં ગાયોની સેવા એ ખરી સેવા છે. અહીં ગાયોનું દૂધ દોહીને કોઈ કમાણી કરવાની સિસ્ટમ જ નથી.

જામસાહેબના શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી છે ગાયત્રી ગૌશાળા. જ્યાં ગાયોનું જીવની જેમ જતન કરવામાં આવે છે. આ ગૌશાળાની ગાયો પીવે છે 70 રૂપિયાનું 1 લિટર પાણી...ગાયોના સ્વાસ્થ્ય માટે વિશેષરૂપથી રાખવામાં આવે છે ધ્યાન. આ ગૌશાળામાં જાપાનીઝ સિસ્ટમથી કેન્ગન વોટર પ્લાન્ટ વસાવવામાં આવ્યો છે. ગાયોને કેન્ગન વોટર આપવામાં આવે છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ગાયત્રી ગૌશાળામાં એક પણ રૂપિયાના સ્વાર્થ વગર ગાયોની ખૂબ કાળજી રાખવામાં આવે છે.

અચ્છાભલા લોકોએ જોયું પણ ના હોય એવા જાપાનીઝ કેન્ગન વોટર મશીનથી શુદ્ધ કરેલું પાણી જ અહીંની ગાયોને પીવડાવવામાં આવે છે. ગાયો માટે અહીં સ્પેશિયલ કેન્ગન વોટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. અહીં બીમાર ગાયોને સાજી કરવા માટે દિવસમાં ચાર વખત કેન્ગન વોટર આપવામાં આવે છે. કેન્ગન વોટરના લિટરના ભાવ 70 રૂપિયાથી વધારે હોય છે.

ગાયોની સેવા સાથે જોડાયેલા સેવાભાવી સંદીપભાઈ આહિરે જણાવે છે કે, “અમે બીમાર ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. મારા મિત્રના ઘરની મુલાકાત દરમિયાન મને જાણવા મળ્યું કે કેન્ગન વોટર એ જાપાની સિસ્ટમથી બનાવવામાં આવે છે અને આ મશીનનું પાણી રેગ્યુલર પીવાથી માનવ શરીરમાં ડાયાબિટીસ, બીપી સહિતના રોગોમાં અમુક અંશે કાબુ કરી શકાય છે. આથી અમે સેવાભાવીઓએ સાથે મળીને વિચાર કરી અને અમારી આ ગૌશાળામાં કેન્ગન વોટરનો પ્લાન્ટ ઊભો કર્યો. જેની પાછળ 3 લાખ જેટલો ખર્ચ થયો.

જાપાનીઝ સિસ્ટમથી વસાવવામાં આવેલા કેન્ગન વોટરના પ્લાન્ટમાં એવો દાવો કરવામાં આવે છે કે આનાથી મનુષ્ય રોગમુક્ત અને પીડા મુક્ત રહે છે. ત્યારે ગાયો પણ પીડા મુક્ત અને રોગમુક્ત રહે છે. તેમજ જલદી સાજી થઈ જાય તે માટે થઈ અને આ પ્લાન્ટ વસાવવામાં આવ્યો છે. આ ગૌશાળામાં બીમાર ગાયોને જ રાખવામાં આવે છે અને એક્સિડન્ટમાં પગ ગુમાવી બેઠેલી ગાયો, જન્મજાત ખોડખાંપણ ધરાવતી ગાયો, વાછરડા અને ધણખૂટને રાખી અને તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે.

સૌથી ઉત્તમ વાત તો એ છેકે, અહીં ગાયોના દૂધનો કોઈ વ્યવસાય કરવામાં આવતો નથી. અહીં ગાયોને દોહવાની સિસ્ટમ નથી એટલે કે, દૂધ વાછરડાઓને ધવડાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં તેઓએ 500 થી 700 બીમાર અને અશક્ત ગાયોને સાજી કરી અને તેમની સેવાનું ભાથું બાંધ્યું છે. ગૌશાળા ઉપરાંત સારવાર કેન્દ્ર પણ ચલાવે છે અને જે પણ ગાયને જરૂર પડે તે ગાયને જરૂર મુજબ દવા, ઇન્જેક્શન અને આયુર્વેદ દવા પણ કરવામાં આવે છે અને આ માટે પશુ ડોક્ટરનો પણ સંપર્ક કરી અને તેમના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news