મૌલિક ધામેચા/અમદાવાદ :જો તમે લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કે વીડિયો (video) કરાવવા માંગો છો, તો ચેતી જવું જરૂરી છે. કારણ કે પ્રિ વેડિંગ (pre wedding) કરનાર કાયદાની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. એવો જ એક બનાવ અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકે નોંધાયો છે. જેમા કોપી રાઇટના ભંગ બદલ વેડિંગ વીડિયો બનાવનારની પોલીસે ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના નવરંગપુરા પોલીસે આ વખતે એવા એક આરોપીની ધરપકડ કરી છે કે, જેની પર માત્ર કોપીરાઇટનો ભંગ કરવાનો આરોપ છે. તેની પર ચોરી, લૂંટ કે છેડતી જેવા કોઈ ગંભીર આક્ષેપો નથી. પરંતુ વીડિયો એડિટર તરીકે સીજી રોડ પર એક ઓફિસ રાખી લગ્નના વીડિયો એડિટ કરવાનું કામ કરતો તેજસ બારોટ ટી સિરીઝ કંપનીની જાણ બહાર તેની વીડિયો અને ઓડિયો લગ્નના આલ્બમમાં મૂકતો હતો. વગર લાયસન્સે આ પ્રકારના વીડિયો ક્યાંક તમારા આલ્બમ કે વીડિયોમાં ના હોય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, નહિ તો કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસ તમારા પર ફરિયાદ નોંધી શકે છે.


હાલ તેજસ બારોટ પોલીસ કસ્ટડીમાં છે. તેજસ બારોટ  વિરુદ્ધ અંગેની ફરિયાદ સીઆઈડી ક્રાઈમના સીએફસી સેલમાં એન્ટી પાયરસી એજ્યુકેટીવે નોંધાવી હતી. આ ઘટના આમ તો સામાન્ય છે, પરંતુ લગ્ન પ્રસંગ આયોજન કરતા પહેલા સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. નહિ તો મનોરંજન એક ગીત તમને પણ જેલની હવા ખવડાવી શકે છે.