ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા 1137 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 1 લાખ 62 હજાર 985 થઈ ગઈ છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3663 થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1180 સંક્રમિતો ડિસ્ચાર્જ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 45 હજાર 107 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 215 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 169 અને અમદાવાદ શહેરમાં 165 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 77, સુરત ગ્રામ્યમાં 70, રાજકોટ શહેર 69, મહેસાણા 48, વડોદરા ગ્રામ્ય 41, જામનગર શહેર 40, રાજકોટ ગ્રામ્ય 35, ગાંધીનગર શહેર 29, કચ્છ 26, પાટણ 26, જામનગર ગ્રામ્ય 25, ભરૂચ 23, દાહોદ 23, પંચમહાલ અને સાબરકાંઠામાં 22-22 કેસ નોંધાયા છે. 


છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં બે-બે, બનાસકાંઠા, ભરૂચ, ગીર સોમનાથ, સુરત ગ્રામ્ય અને વડોદરા શહેરમાં એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. 


ગુજરામાં કોરોનાના કેસની સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,62,985 કેસ નોંધાયા છે. જેમાં 1,45,107 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 14215 છે, જેમાં 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 3663 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,986 કોરોના ટેસ્ટ કરાયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 55 લાખ 32 હજાર 522 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 
 


[[{"fid":"288455","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube