ગુજરાતમાં કોરોના વિફર્યો! એક જ દિવસમાં 3 દર્દીઓના મોત, જાણો 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ 2246 એક્ટિવ કેસ છે, જ્યારે 5 વેન્ટીલેટર પર છે અને 2241ની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1273722 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 11069 દર્દીઓના મોત થયા છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તો વધી રહ્યા છે, પરંતુ હવે તો મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ 19ના 341 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોના કેસ છે અને આજે રાજ્યમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 312 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધી 12 લાખથી વધારે દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે ગયા છે. બીજી બાજુ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે.
આ તારીખોમાં અ'વાદની બહાર નીકળવું પણ ભારે પડશે! અપાયું છે યલો એલર્ટ, જાણો ઘાતક આગાહી
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ 2246 એક્ટિવ કેસ છે, જ્યારે 5 વેન્ટીલેટર પર છે અને 2241ની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1273722 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 11069 દર્દીઓના મોત થયા છે.
દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ આ ગામ બે ભાગમાં વહેંચાયું, ગ્રામજનો ત્રાહીમામ
રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 3, અમદાવાદ કોર્પરેશનમાં 134, અમરેલી 3, આણંદ 6, બનાસકાંઠા 3, ભરૂચ 7, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 8, ગાંધીનગર કોર્પોરેશન 11, જામનગર 1, ખેડા 1, કચ્છ 1, મહેસાણા 22, મોરબી 7, નવસારી 1, પંચમહાલ 1, પોરબંદર 2, રાજકોટ 2, રાજકોટ કોર્પોરેશન 4, સુરત 10, સુરત કોર્પોરેશન 29, સુરેન્દ્રનગર 3, વડોદરા 40, વડોદરા કોર્પોરેશન 31, વલસાડ 6 એમ કુલ 341 કેસ નોંધાયા છે અને વલસાડમાં 1,વડોદરામાં 1 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 એમ કુલ ત્રણના મોત થયા છે.