ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ત્યારે આજે 22 એપ્રિલના રોજ ગુજરાતમાં 254 કોરોના કેસ નોંધાયા છે. આજે કોરોનાને કારણે ગુજરાતમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.99 ટકાએ પહોંચ્યો છે. આજે 333 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટો ઘટસ્ફોટ: યુવરાજસિંહે કરેલા તોડકાંડના પોલીસે જાહેર કર્યા CCTV, મચ્યો ખળભળાટ


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે. જેમાં આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1917 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1911 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1276047 લોકો ડીસ્ચાર્જ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં 11073 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.


યુવરાજસિંહ જાડેજાની WHATSAPP ચેટમાં ઘટસ્ફોટ; બિપિન ત્રિવેદીએ PK મામલે શું પુછ્યું?


રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ 19ના કેસ, મૃત્યું અને ડીસ્ચાર્જની વિગતો મુજબ અમદાવાદમાં સૌથી વધારે 73 કેસ, વડોદરામાં 30, સુરતમાં 28, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 10, અમરેલીમાં 8, વલસાડમાં 8, પાટણમાં 7, સાબરકાંઠામાં 7, વડોદરા જિલ્લામાં 7, ભરુચમાં 6, ભાગવનગરમાં 6, ગાંધીનગરમાં 6, નવસારીમાં 5, આણંદમાં 4, મોરબીમાં 4, કચ્છમાં 3, અમદાવાદ જિલ્લામાં 2, ગીરસોમનાથમાં 2, પંચમહાલમાં 2, રાજકોટ જિલ્લામાં 2, જામનગરમાં 1, ખેડામાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.


ગુજરાતમાં વધુ એક મોટું કૌભાંડ! આ જગ્યાએ 170 ખેડૂતોનું ગ્રીન હાઉસ કાગળ પર


નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દરરોજ 300થી વધારે કેસ નોંધાઈ રહ્યાં હતા. આજે લાંબા સમય બાદ ગુજરાતમાં 300થી ઓછા કેસ નોંધાયા છે.