રાજકોટ : રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કોરોનાના કેસમાં ધડાકાભેર વધારો થયો હતો. જેલમાં આજે એક સાથે 23 કેદીઓ સહિત જિલ્લામાં 39 લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પોઝિટિવ આવેલા તમામ કેદીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સી ફુડમાં ગુણવત્તાની ચકાસણી માટે ગુજરાતમાં સ્થપાઇ અત્યાધુનિક લેબ

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી આદરી છે. આ સાથે રાજકોટ મધ્યસ્થ જેલને સેનિટાઇઝ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 15 મોત થતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. 


સુરત: પુરનું સંકટ યથાવત્ત, વૃદ્ધો અને બાળકોની રેસક્યું સહિત રાહત કામગીરી ચાલુ

રાજકોટમાં કોરોનાએ માઝા મુકી છે. ત્યારે શનિવારે રાજકોટમાં કુલ 95 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 5 દર્દીનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં હતા. એક સર્વેક્ષણ પ્રમાણે રાજકોટમાં છેલ્લા 1000થી વધારે લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજકોટ જિલ્લામાં જ અત્યાર સુધીમાં કોરોનાનો આંકડો 4 હજારને પાર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર