ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્ર (Saurashtra) માં કોરોના (Coronavirus) વિસ્ફોટ થયો છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 226 પોઝિટિવ કેસ અને 5 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે ટેસ્ટ અને રસિકરણ વધારવા વહીવટી તંત્રને આદેશ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ(Rajkot)  સહિત સૌરાષ્ટ્ર (Saurashtra) માં કોરોનાનું સંક્રમણ વધતા હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 226 કેસ અને 5 દર્દીના મોત થયા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 130 કેસ, જામનગરમાં 25 અને મોરબી-જૂનાગઢ 9 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર 34, અમરેલી 7, વેરાવળ 4 અને દ્વારકા 3 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 1, રાજકોટ જિલ્લામાં 1 અને જામનગર (Jamnagar) માં 4 મળી કુલ 6 મોત થયા છે. જોકે આ મોત અંગે કોરોના ડેથ ઓડિટ કમિટી અંતિમ નિર્ણય લેશે. 

Cyber Expert ની ચેતવણી: રસી લીધા બાદ આ કામ કર્યું તો થઇ શકે છે મોટું આર્થિક નુકસાન


રાજકોટની મેડિકલ કોલેજના સેકન્ડ MBBSના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલમાં આવેલ મેડિકલ કોલેજમાં વધુ 4 MBBSના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. થોડા દિવસો પહેલા મેડિકલ કોલેજના 10 થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થાય હતા. જોકે હવે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને કોરોના ટેસ્ટ અને રસિકરણ વધારવા સરકારે સૂચના આપી છે. કોરોનાને કાબુમાં કરવા સરકારી તંત્ર રાજકીય નેતાઓના શરણે આવ્યા છે અને ધારાસભ્યો અને કોર્પોરેટરોને લોકોને ટેસ્ટ કરાવવા અને રસિકરણ માટે જાગૃત કરવા તંત્રએ પદાધિકારીઓને અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube