ગુજરાતમાં 54 હજાર, તો અમદાવાદમાં કોરોનાના દર્દી 25 હજારને પાર
ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 180 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર દિવસે એક નવો રેકોર્ડ બનાવી રહી છે. સ્થિતિ એ થઈ છે કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 54 હજારને પાર થઈ ગયો છે. જો વાત રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 180 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર દિવસે એક નવો રેકોર્ડ બનાવી રહી છે. સ્થિતિ એ થઈ છે કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 54 હજારને પાર થઈ ગયો છે. જો વાત રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે.
સુરતમાં આવતી-જતી તમામ બસો સોમવારથી 10 દિવસ માટે બંધ
શનિવારે કોરોનાના દર્દીઓની સંખ્યાએ ફરી નવો રેકોર્ડ બનાવી દીધો છે. રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ 1081 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં જ 180 નવા દર્દી મળ્યાં છે. આમ, અમદાવાદ જિલ્લામાં કરોનોના દર્દીઓની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ 25529 થઈ ચૂકી છે. હજી પણ કોરોનાના મામલે અમદાવાદ રાજ્યમાં નંબર પોઝિશન છે. અમદાવાદમાં કોરોનાને નાથવા માટે એએમસી દ્વારા નવી રણનીતિ બનાવીને કામ કરવામાં આવી રહ્યું છે. જે મુજબ, હવે સાર્વજનિક સ્થળો, ધાર્મિક સ્થળો, હોટલ પર કોરોનાનું ટેસ્ટીંગ શરૂ કરાયું છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર્દીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. કોરોના હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો અર્બન કેન્દ્રો ઉપર ખાનગી પ્રતિષ્ઠિત એચઆરસીટી નિશુલ્ક કરવામાં આવ્યું છે. અમદાવાદને કોરોના મુક્ત કરવા માટે 4500 ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવો નિર્ણય લેવાયો છે. અમદાવાદ Amc દ્વારા પોતાના સફાઈકર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે. તો બીજી તરફ, Amc ની માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની નવી યાદી જાહેર કરાઈ છે. જેમાં વધુ 18 વિસ્તારને માઈક્રો કન્ટાઇનમેન્ટમાં મુકાયા છે. તો અગાઉના 14 વિસ્તારને રદ્દ કરાયા છે. હવે શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટની સંખ્યા 229 પર પહોંચી છે. એક તરફ એએમસી કેસ ઘટવાનો દાવો કરે છે, પણ બીજી તરફ શહેર માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર વધી રહ્યા છે.
અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ કેસ સાથે કોરોનાના કેસ ૧૧૭૭ નોંધાયા છે. તો ચોવીસ કલાકમાં એક પણ દર્દીનુ મોત થયું નથી. અત્યાર સુધી કુલ 58 લોકોના મોત નિપજ્યા છે. તેમજ અત્યાર સુધી કુલ ૧૦૧૬ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ ગ્રામ્યનો ડિસ્ચાર્જ રેશિયો ૮૬ ટકા છે. અમદાવાદ ગ્રામ્યમાં ૮ ટકા એટલે ૯૫ એક્ટીવ કેસ પૈકી ૮૭ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક ટકા એટલે ૮ દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર