સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો, રાજકોટ કલેક્ટર બોલ્યા-ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું
- રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 પોઝિટિવ કેસ નોંધાયા.
- બે દિવસથી ઓપીડીમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા વધુ આવી રહ્યા છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું છે
રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, જેમાં અમદાવાદમાં કોરોના (corona virus) એ જે રીતે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 પોઝિટિવ કેસ (corona case) નોંધાયા છે. તો રાજકોટ જિલ્લામાં 92 કેસ અને 8 મોત નોંધાયા છે. તો અન્ય જિલ્લાની વાત કરીએ તો...
આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું
- જૂનાગઢ - 19
- જામનગર - 22
- સુરેન્દ્રનગર - 45
- મોરબી - 12
- અમરેલી - 11
- ગીર સોમનાથ - 6
- બોટાદ - 3
- ભાવનગર - 7
- દ્વારકા - 3
આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી
ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું - રાજકોટ કલેક્ટર
રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામેલ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, બે દિવસથી ઓપીડીમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા વધુ આવી રહ્યા છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીને લઈને થઈ રહેલ ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. કયા તાલુકામાં અને કયા વિસ્તારમાં કેસ વધે છે તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. કેસ વધશે તે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેઈન પાવર એક્ટિવ કરાશે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. લોકો S ફોર સેનેટાઇઝર, M ફોર માસ્ક અને S ફોર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી અપીલ કરી રહ્યાં છે.
તહેવારો બાદ કોરોના વિસ્ફોટ
સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં સુરેન્દ્રનગરમાં 45 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત અલગ અલગ તાલુકાઓમાં વધુ 45 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો જિલ્લાનો ફુલ કોરોના પોઝિટિવ આંક ૨૮૯૮ થયો છે.