પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું
Trending Photos
- વરાછા વિસ્તારમાં રહેતા અલગ અલગ આહીર પરિવાર રાત્રે 11 વાગ્યે સુરતથી આઈસર ટેમ્પોમાં સવાર થઈને પ્રવાસે નીકળ્યા હતા.
- આ તમામ લોકો સુરતના ગોડાદરા, પુના ગામ, વરાછા, સીતારામ સોસાયટી, આશાનગરના રહેવાસી છે
રવિ અગ્રવાલ/વડોદરા :નવા વર્ષે ફરવા નીકળેલા સુરતના આહીર પરિવાર માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો. તેઓએ વિચાર્યું ન હતું કે, પાવાગઢ મંદિરે દર્શન કરવા જવાની તેમની આ સફર તેમની જિંદગી બદલી નાંખશે. તેમના પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડશે. એક અકસ્માત (accident) માં આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. કાકા-બાપાના મળીને પરિવારના કુલ 11 લોકોની જિંદગી અકસ્માતમાં હોમાઈ ગઈ છે. ત્યારે આહીર સમાજ માટે આજનો દિવસ ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ બન્યો છે. તો પીએમ મોદીએ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે.
Saddened by the accident in Vadodara. My thoughts are with those who lost their loved ones. Praying that the injured recover soon. The administration is providing all possible assistance at the site of the accident.
— Narendra Modi (@narendramodi) November 18, 2020
સુરતના આહીર પરિવારો અમરેલી-ભાવનગરના વતની
વરાછા વિસ્તારમાં રહેતા અલગ અલગ આહીર પરિવાર રાત્રે 11 વાગ્યે સુરતથી આઈસર ટેમ્પોમાં સવાર થઈને પ્રવાસે નીકળ્યા હતા. પરિવારના લોકો પ્રથમ પાવાગઢ બાદમાં ડાકોરના મંદિરે દર્શને જવાના હતા. આ તમામ લોકો સુરતના ગોડાદરા, પુના ગામ, વરાછા, સીતારામ સોસાયટી, આશાનગરના રહેવાસી છે. આહીર સમાજના તમામ લોકો અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ગોવિંદડી ગામના તથા નાની ખેરાળી ગામના વતની હતા. તો કટેલાક ભાવનગરના તળાજાના પાવઠી ગામ તથા મહુવા તાલુકાના અલગ અલગ ગામના વતની હતા. પરિવારના મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં કામ કરતાં હતાં.
આ પણ વાંચો : કાળ બનીને આવી બુધવારની સવાર, ગુજરાતભરમાં 3 અકસ્માતમાં 15ના મોત
મૃતકોના નામ
- દયાબેન બટુક ભાઈ જીંજાળા
- સચિન અર્સી બલદાનીયા
- ભૌતિક ખોડાભાઈ જીંજાળા
- દક્ષાબેન ઘનશ્યામ કલસરિયા
- સોનલ બિજલભાઈ હડિયા
- દિનેશ ઘુઘાભાઈ બલદાનીયા
- આરતીબેન ખોડાભાઈ જીંજાળા
- પ્રિન્સ ઘનશ્યામ કળસરિયા (ઉંમર 10 વર્ષ)
- હંસાબેન ખોડાભાઈ જીંજાળા
- ભવ્ય બીજલભાઈ હડિયા (ઉંમર 7 વર્ષ)
- સુરેશ જેઠાભાઈ જીંજાળા
આ પણ વાંચો : નેશનલ હાઈવે 48 પર બસ અકસ્માત, મધ્યપ્રદેશના મજૂરો મુંબઈ જવા નીકળ્યા હતા
Saddened by the loss of lives due to a road accident near Vadodara. Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.
Om Shanti...
— Vijay Rupani (@vijayrupanibjp) November 18, 2020
... તો મૃતકો માટે રાજ્ય સરકાર સહાય જાહેર કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે, અને અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે. તેમજ ઘાયલ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળવાની છે. ત્યારે આ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા નિયત ધોરણો પ્રમાણે મૃતકના પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય પણ જાહેર થઈ શકે છે. કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરીને જાહેરાત કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે