ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (corona virus) ના ગુજરાતમાંથી રોજેરોજ નવા કેસના આવી રહેલા આંકડામાં સૌથી વધુ ખતરાની ઘંટડી સમાન શહેર અમદાવાદ બન્યું છે. રોજ અમદાવાદ (Ahmedabad) માં નવા કોરોનાના કેસોની સાથે નવા વિસ્તારોનો ઉમેરો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત કહી શકાય. આજના અપડેટ અનુસાર, અમદાવાદમાં નવા 143 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 84 પુરુષ અને 59 મહિલા છે. તેમજ વધુ ચાર દર્દીના મોત થયા છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ દર્દી 765 અને મૃત્યુઆંક 25 થયો છે. ગુજરાતના કુલ કેસ પૈકી 60 ટકા કેસ એકલા અમદાવાદમાં છે. અહીં સરેરાશ દર 20 મિનિટે એક કેસ નોંધાઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Breaking : માત્ર 24 કલાકમાં ગુજરાતમાં નવા 254 કેસોનો ઉમેરો, કુલ કેસ 1272


હોટસ્પોટ શહેરના કયા વિસ્તારોમાં સૌથી વધુ કેસ
ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયાપુર, ખાડિયા, જુના વાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બેહરામપુરા, બોડકદેવ


બહેરામપુરા વિસ્તાર અતિ ગંભીર
અમદાવાદમાં કોરોનાને લઈ શહેરમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે બહેરામપુરા વિસ્તાર અતિ ગંભીર બની રહ્યો છે. બહેરામપુરા વિસ્તારમાં સેંકડો કેસ નોંધાયા છે. AMCની ટીમ દ્વારા અહીં વિશેષ કામગીરી કરાઈ રહી છે. આજે 50 જેટલા પોઝિટિવ દર્દીઓને amts બસમાં લઈ જવામાં આવ્યા છે. RAFનું સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ ચાલી રહ્યુ છે. 


કોરોનાના નવા કેસ અને મોત મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી, જાણો કયા નંબરે છે


એલજી હોસ્પિટલમાં ત્રણ સ્ટાફને કોરોના 
અમદાવાદના મણિનગરની એલજી હોસ્પિટલમાં સ્થિતિ આજે પણ ગંભીર જોવા મળી. એલજી હોસ્પિટલના ત્રણ સ્ટાફનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. એક રેસિડેન્ટલ ડોક્ટર સહિત બે પેરામેડિકલ સ્ટાફના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્પલ લેવાશે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા એલજી હોસ્પિટલના એક આસિસ્ટન્ટ પ્રોફેસર, 2 રેસિડન્ટ ડોક્ટર અને એક સ્ટાફ નર્સ મળીને કુલ 4 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ ટેસ્ટમાં વાયરસનો ચેપ વધી રહ્યો છે તે સ્પષ્ટ દેખાય છે. જે લોકોમાં લક્ષણો દેખાતા નથી તેમના કેસ પણ પોઝિટિવ આવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર