હિતલ પારેખ/ગાંધીનગર :છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 340 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 9932 પર પહોંચી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આજે રાજ્યભરમાંથી કુલ 282 ડિસ્ચાર્જ થયા છે. આમ, ગુજરાતમાં ડિસ્ચાર્જ થવાનો રેટ 40.62 થયો છે. તો સાથે જ ગુજરતમાં  આજે 9૦ વર્ષના વડોદરાના એક મહિલા સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે. જે તબીબોની મોટી સફળતા કહેવાય. આમ, કહી શકાય કે કોવિડ-19ની લડાઈમાં ઉંમર મોટુ ફેક્ટર નથી. ગંગાબેન તેનુ મોટું ઉદાહરણ છે. વ્યક્તિ જો લડવાનુ નિર્ધાર કરે તો અન્ય કોઈ પરિબળ તેમાં વચ્ચે આડે આવતા નથી, ઉંમર પણ નહિ. 


‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, ગંગાબહેનના તેમના 65 વર્ષના દીકરીનું મોત નિપજ્યું છે. જે ગંગાબેન માટે આઘાત કહી શકાય, પંરતુ ગંગાબહેન મન મક્કમ રાખીને કોવિડને હરાવ્યું હતું. ગંગાબહેનને તાળીઓન ગડગડાટ સાથે ઘરે પરત મોકલાયા હતા. કોરોનાની આ એક સક્સેસ સ્ટોરી છે. ગુજરાતમાં પહેલો કેસ આવ્યા બાદ હવે બે મહિના થવા આવ્યા છે. આરોગ્ય વિભાગના કામ કરતા દરેક કોરોના વોરિયર્સ હિંમત હાર્યા વગર કામ કરી રહ્યાં છે. 


  • રાજ્યમાં કુલ કેસ : 9932

  • રાજ્યમાં કુલ મોત : 606

  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 4035